ઉપલેટા નગરપાલિકાની માલિકી ધરાવતી પાટણવાવ રોડ ઉપર આવેલ હાડફોડી ગામના સર્વે નં.૧૮ વાળી ૧૨૦૦ વિઘા જમીનમાં માથાભારે શખસો કબજો જમાવી બેઠા હોય આખરે આ ગૌચરની જમીન ઉ૫ર ૧૫ જેટલા બુલડોઝર ફરી વળતા આ ડિમોલેશન જોવા ટોળે ટોળા ભાદરકાંઠા વિસ્તારમાં ઉમટી પડયા હતાં.
ગઇકાલે સવારે પ્રાંત અધિકારી નાગાજણભાઇ તરખાલા, મામલતદાર નિખિલ મહેતા, ચિફ ઓફિસર નિલમ ઘેટીયા, પીઆઇ બી.આર.પટેલ જિલ્લ ા માપણી અધિકારી ધોરાજી–ભાયાવદરના ચિફ ઓફિસરો પાટણવાવ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર પોલીસ દ્રારા ૫૦ વાહનોના કાફલા સાથે ૨૦૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓ વહેલી સવારે ભાદર કાંઠા પાસે એનીમલ હોસ્ટેલની પાછળ આવેલ જમીન ઉપર ૧૫ જેટલા બુલડોઝરો ૫ જેટલા રોટાવેટરો ફરી વળતા જમીનના કબજો લઇ બેઠેલા શખસો ભાગી છુટયા હતાં.
ગઇકાલે શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ૯૦ કરોડની કિંમત ધરાવતા ૧૨૦૦ વિઘા જમીન ગૌચર માટે ખાલી કરાવતા તત્રં દ્રારા સતત બીજા દિવસે પણ ડિમોલેશન જાળવી રાખ્યું છે. નગર પાલિકા હસ્તકની ગૌચરની જમીન ઉ૫ર ગૌમાતાને ચરવાને બદલે જમીન માફિયા આ જમીનો ચરી જતાં પ્રથમ દિવસે એનિમલ હોસ્ટેલથી હાડફોડીથી સમઢીયાળા રોડ સુધી સતત આખો દિવસ બુલડોઝર ચાલુ રહ્યા હતાં. બે દિવસ બાદ ભાદરકાંઠા ચિખલીયાવાળા રસ્તા ઉ૫ર પણ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવશે તેવું તત્રં દ્રારા જાણવા મળ્યું છે.
લગભગ એકાદ મહિના પહેલા જમીન ઉપર કબજો જમાવી બેઠેલા આસામીઓને ૧૦ દિવસમાં કબજો છોડી દેવા જાહેર નોટીસ દ્રારા જાણ કરવામાં આવી હતી. પણ આ નોટીસને આ જમીન માફીયાઓ ઘોળીને પી જતાં આખરે તત્રં દ્રારા કાયદાનું ભાન કરાવતા ગઇકાલે ઉભા પાકનો સંપૂર્ણ સફાયો કરી નાખવામાં આવ્યો હતો. ઉપલેટાના ઇતિહાસમાં આવું પ્રથમ ઓપરેશન થતાં ભારે હલચલ મચી જવા પામી હતી
૨૦૧૦માં ભાડેર ગામે ૫૦૦ વિઘા જમીન ઉપર ડિમોલિશન થયું
ધોરાજી ઉપલેટાના તાત્કાલીન ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયાએ પણ ૨૦૧૦માં તાત્કાલીન ગૃહમંત્રી અમિતભાઇ શાહને સંપર્કમાં રાખી ભાડેર ગામે કરોડો રૂપિયાની ૫૦૦ વિઘા જમીન ઉપર સ્થાનિક દલીત લોકોએ દબાણ કયુ હતું તે ૧૦૦ વાહનોના કાફલા સાથે ૫૦૦ અધિકારીઓ સાથે લઇ જઇ આ જમીન ખાલી કરાવી હતી ત્યારબાદ ગઇકાલે જે ડિમોલેશન થયું તે ઉપલેટાના ઇહિાસમાં પ્રથમ વખત ૯૦ કરોડની જમીન ખુલ્લ ી કરાઇ છે.ડિમોલિશનનો પ્લાન મામલતદાર નિખિલ મહેતાએ બનાવ્યો
નવ નિયકત મામલતદાર નિખિલ મહેતા ચાર્જ સંભાળતા જ કબજાવાળી જમીનનો અભ્યાસ કરી ઇન. ચિફ ઓેફિસર મોઢવાણીયાને સાથે રાખી તમામ કાગળોનો અભ્યાસ કરી કોઇપણ જાતના વાંધા વચકા વગર જમીન શાંતીથી ખાલી થાય તે માટે આખો પ્લાન બનાવી ગઇકાલે અમલમાં મૂકતા શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન કરવામાં આવ્યું
હતું.
ધારાસભ્ય પાડલિયાએ રજૂઆત કરતા બુલડોઝર ધણધણ્યા
ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયા ગૌચરની જમીન ખાલી કરાવવા અનેક વખત ઉચ્ચ કક્ષાએ કરી હતી. આખરે ગઇકાલે ૧૨૦૦ વિઘા જમીન ખાલી થતાં હવે આ જમીન ગૌચરમાં ઉપયોગમાં આવશે તેવું ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ જણાવેલ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech