દેશની સરેરાશ માથાદિઠ આવક કરતા ગુજરાતીઓની ઇન્કમ અનેકગણી વધુ

  • March 30, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભામાં આજે સન.2021-22 નાણાંકીય હિસાબ નો કેગનોઅહેવાલ રજુ કરવામા આવ્યા હતા.જેમા વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતની 2,76,588 જેટલી માથાદીઠ આવક રુ 1,72,913ની અખિલભારતીય સરેરાશ કરતાં ઉંચી હતી.
ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, 2005 હેઠળ નિયત કરવામાં આવેલા બધાજ મુખ્ય નાણાકીય ચલાંકો, રાજ્યે વર્ષ દરમિયાન હાંસલ કયર્િ હતાં. રાજકોષીય ખાધની રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે 1.17 ટકા જેટલી અને જાહેર ઋણની સામે 15.86 જેટલી ટકાવારી ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, 2005 હેઠળ નિયત કરવામાં આવેલા લક્ષ્યાંકોની અંદર હતી.


2021-22 દરમિયાન રાજ્યની રૂ 3,044 કરોડ જેટલી બાકી બાયંધરીઓ ગુજરાત રાજ્ય બાયંધરી અધિનિયમ, 1963 અંતર્ગત નિયત કરવામાં આવેલી 20,000 કરોડની ટોચ મયર્દિા કરતાં ઘણી નીચી હતી. તેમ કેગ ના અહેવાલ મા નોધવામા આવ્યુ છે.
બજારની લોનોની પરત ચૂકવણી માટે લચકતા પૂરી પાડવા માટે એકત્રિત ડૂબત ભંડોળ અને આકસ્મિક જવાબદારીઓ પૂરી કરવા માટે લચીકતા પૂરી પાડવા માટે બાયંધરી વિમોચન ભંડોળની સ્થાપ્ના કરીને વધુ સારા નાણાકીય વ્યવસ્થાપ્ન માટે રાજ્ય પહેલ કરી છે.રાજ્ય સરકારે તેના મહેસૂલી આવક-રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનનો ગુણોત્તર (8.58 ટકા) જે પાછલા વર્ષ દરમિયાન હાંસલ કરેલા 7.74 ટકા કરતાં ઉંચો હતો. રાજ્યે મહેસૂલી ખાધ નાબૂદ કરવાનો લક્ષ્યાંક 2011-12થી 2019-20માં હાંસલ કર્યો હતો. 2020-21 દરમિયાન ર્ 22,548 કરોડ જેટલી મહેસૂલી ખાધ 2021-22માં ર્ 6,409 કરોડ જેટલી મહેસૂલી પુરાંતમાં ફેરવાઈ ગઈ હતી.


2021-22ના અંતે, રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની ટકાવારી રૂપે રાજકોષીય ખાધ 1.17 ટકા જેટલી રહી હતી, જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમમાં નિયત કરવામાં આવેલા ત્રણ ટકાની મયર્દિાની અંદર હતી. રાજકોષીય એકત્રીકરણના રોડમેપમાં, મધ્યમ ગાળાના નીતિવિષયક નિવેદનમાં નિયત કરવામાં આવેલા રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે જાહેર ઋણના 17.40 ટકાના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર 2021-22 દરમિયાન 15.86 ટકા જેટલી ટકાવારી જાળવી શકી હતી.


રાજ્યની બાકી જવાબદારીઓમાં 6.40 ટકાની વૃધ્ધિ
રાજ્યની કુલ બાકી જવાબદારીઓ 2017-18માં રુ. 2,56,366 કરોડ હતી તે વધીને 2021-22માં ર્ 3,80,802 કરોડ થઇ હતી. 2021-22માં, બાકી જવાબદારીઓમાં પાછલા વર્ષ કરતાં 6.40 ટકા જેટલી વૃધ્ધિ થઇ હતી. તેમાં આંતરિક ઋણ 2,99,806 કરોડ (78.73 ટકા), જાહેર હિસાબની જવાબદારીઓ 7 50,240 કરોડ (13.19 ટકા) અને ભારત સરકાર તરફથી 7 30,756 કરોડની (8.08 ટકા) લોન અને પેશગીઓ સામેલ હતી.


રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે કુલ બાકી જવાબદારીઓની ટકાવારી 19.29 ટકાથી (2017-18) ઘટીને 18.44 ટકા (2021-22) થઇ હતી.
ઋણના વિમોચન (મુદ્દલ અને વ્યાજની ચૂકવણી) બાદ 2021-22 દરમિયાન ચાલુ કામગીરીઓ માટે ઉછીના લીધેલા ભંડોળની ચોખ્ખી ઉપલબ્ધતા રૂ 22,910 કરોડ હતી.

હિસાબોની ગુણવત્તા અને નાણાકીય અહેવાલની પધ્ધતિઓ
માર્ચ 2022ની સ્થિતિએ, 31 માર્ચ 2021 સુધી વિતરણ કરવામાં આવેલા અનુદાનોની બાબતમાં એકંદરે ર્ 10,309 કરોડના 4,563 વપરાશી પ્રમાણપત્રો બાકી હતાં. જે ચોક્કસ હેતુઓ માટે આપવામાં આવેલા અનુદાનોના ઉપયોગ પર વિભાગો દ્વારા યોગ્ય દેખરેખનો અભાવ દશર્વિે છે. માર્ચ 2022ની સ્થિતિએ, જુદા જુદા વિભાગો દ્વારા ઉચ્ચક આકસ્મિક બિલો પર ઉપાડવામાં આવેલી ર્ 273 કરોડની રકમના 3,167 વિગતવાર આકસ્મિક બિલો રજૂ કરવાના બાકી હતાં.  વપરાશી પ્રમાણપત્રો અને વિગતવાર આકસ્મિક બિલો લાંબા સમય માટે બાકી રહે તેમાં છેતરપીંડી અને ઉચાપતનું જોખમ રહેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application