બાબરિયા કોલોની પાસે ચાની હોટલે ઉભેલા યુવાનનું હૃદય બેસી ગયું: મોત

  • September 11, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના હુડકો પોલીસ ચોકી પાસે રહેતો બિહારી યુવાન બાબરીયા કોલોની પાસે ચાની હોટલે હતો ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યેા હતો.યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું માલુમ પડયું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,હત્પડકો પોલીસ પાસે અરવિંદ મણિયાર સોસાયટીમાં રહેતો મુળ બિહારનો વતની યુવાન આજરોજ સવારના સુમારે બાબરીયા કોલોની શેરી નં.૧ પાસે ચાની હોટલે હતો ત્યારે અચાકન બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં ફરજ પરના તીબબે જોઇ તપાસી મૃત જાહેર કર્યેા હતો.બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ યુવાન બિહારનો વતની છે તે એક ભાઇ બે બહેનાનના પરિવારમાં વચેટ હતો.તેને સંતાનમાં બે દિકારા અક દિકરી છે.યુવાન કારખાનામાં કામ કરતો હોય આજે બુધવાર હોવાથી રજા હોય ચાલીને ચા હોટલે ચા પીવા ગયો હતો.દરમિયાન હોટલે જ ઢળી પડયો હતો.યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
યારે અન્ય બનાવમાં શહેરના ગંજીવાડા શેરી નંબર ૨૪ માં રહેતા શૈલેષભાઈ ગીગાભાઈ વડોદરા (ઉ.વ ૪૫) નામના આધેડ આજરોજ સવારના સુમારે ઘરે બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આધેડ બે ભાઈ બે બહેનના પરિવારમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મજૂરીકામ કરતા હતા પરંતુ છેલ્લા દસ વર્ષથી તેમને શ્વાસની તકલીફ હોવાને જાણવા મળ્યું છે. બીમારી સબબ તેમનું મોત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application