રાજય સરકાર આગામી સમયમાં જંત્રીના સુધારેલા દર પબ્લિક ડોમેઇનમાં મૂકી જાહેર કરવા તૈયારી કરી રહી છે. તે સાથે જ બિન ખેડૂત રાયમાં ખેતીની જમીન ખરીદી શકે તે માટે સરકારને સુપરત કરાયેલા મીણા સમિતિના અહેવાલની બાબત સરકારની વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાઇ શકે છે તેમ પણ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગ દ્રારા આઈ.ઓ.આર.એ. સંલ મહેસૂલી ૩૬ જેટલી સેવા અંગે શ કરાયેલા ફીડબેક સેન્ટરમાં નાગરિકોના પ્રતિભાવ મેળવી તેને વધુ અસરકારક બનાવાશે. મહેસૂલને લગતી કેટલીક સેવામાં ભ્રષ્ટ્રાચારની ફરિયાદો મળી હોવાનું પણ તેમણે કહ્યું હતું.આઈ.ઓ.આર.એ પોર્ટલ ઉપર અરજી કરતા સમયે અરજદારોને પડેલી મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે આ સેવાઓમાં સુધારો કરી તેમના પ્રતિભાવના આધારે વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક બનાવાશે. જર લાગે ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરિકોને ઝડપથી લાભ મળે તે માટે સેવાઓમાં પારદર્શકતા લવાશે. નાગરિકો સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના પણ પ્રયત્નો આ ફીડબેક સેન્ટરના માધ્યમથી કરાશે.
આ સિવાય રાજય સરકાર દ્રારા આગામી દિવસોમાં નવી જંત્રીનો અમલ કરવાને લઈને કામગીરી આગળ વધી રહ્યા ના સંકેત જયંતિ રવિ આપ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે નવી જંત્રીનો અમલ કરતાં પૂર્વે સુધારેલા દરને પબ્લિક ડોમિનમાં મૂકવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે આ સિવાય નાગરિકો દ્રારા આ માટેના ફીડબેક મેળવ્યા પછી કામગીરી હાથ ધરવામાં આવશે તો બિન ખેડૂત ખાતેદાર દ્રારા ખેતીની જમીન લેવાની લઈને મીણા સમિતિ નો રિપોર્ટ સરકારને સોંપી દેવાયો છે આ અંગે રાય સરકાર દ્રારા વિચારણા ના તે આખરી નિર્ણય કરવામાં આવશે
જો કે તેમણે વિવિધ સેવાને લઇને નાગરિકો દ્રારા ભ્રષ્ટ્રાચારની ફરિયાદો મળી હોવાનો પણ સ્વીકાર કર્યેા હતો. ઉલ્લ ેખનીય છે કે તલાટી અને મામલતદારના કાર્યક્ષેત્રને લગતી મુખ્ય સેવાઓ આઈ.ઓ.આર.એ માં હોય છે. મહેસૂલ વિભાગમાં સચિવો રાજેશ માંજુ અને પી. સ્વપ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી જમીન પરના દબાણો જાણવા સેટેલાઇટ ઇમેજનો નવો પ્રયોગ
રાયની કિંમતી જમીન ઉપર લેન્ડગ્રેબિંગની વારંવાર ફરિયાદો મળી રહી છે આ લેન્ડગ્રેબિંગના મામલે રાય સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દબાણો ઓળખી કાઢવાનું પ્રયોગ હાથ ધર્યેા છે સેટેલાઈટ મારફતે સરકારી જમીન પરના દબાણોની ઈમેજ નો નવો પ્રયોગ હાથ ધરાયો છે. મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો મળતી રહે છે. તે મામલે કલેકટર સાથે વિભાગ દ્રારા મીટિંગ કરીને તેને દૂર કરવાની સૂચના અપાતી હોય છે. સરકારી જમીનમાં છેલ્લા કેટલાક સમયમાં ખાસ કરીને તીર્થ–ધાર્મિક સ્થળો નજીક મોટાપાયે દબાણો થતા હોવાની માહિતી બહાર આવી છે. ડો. રવિએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સરકારી જમીનમાં ગેરકાયદે દબાણની માહિતી માટે સેટેલાઇટ ઇમેજનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે. પ્રથમ વખત ગાંધીનગર જિલ્લ ામાં આ અંગે પ્રાયોગિક ધોરણે અમલ પણ શ કરાયો છે. દ્રારકા તેમજ સોમનાથમાં આ સેટેલાઈટ ઇમેજ નો ઉપયોગ કરીને દબાણો હટાવાયાની કબુલાત કરવામા આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech