પુરવઠા અધિકારીઓની જગ્યાઓ સરકારે ચૂંટણી પંચને પૂછી ભરી

  • December 08, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઝોન-2ના પૂર્વ પ્રાંત અધિકારી સંદીપ વમર્િ ને થોડા દિવસો માટે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રખાયા બાદ ગઈકાલે મોડી સાંજે વમર્િ સહિત રાજ્યના 17 ડેપ્યુટી કલેકટરોની સરકારે બદલી કરી છે અને તેમાં સંદીપ વમર્નિે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર કચ્છ ભરૂચ મોરબી નર્મદા મહીસાગર બોટાદ પોરબંદર જુનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારીઓની જગ્યા ખાલી પડી હતી. આ સંદર્ભે ભારે હોબાળો થયા પછી આખરે સરકારે પોસ્ટિંગ વગર રહેલા ત્રણ ડેપ્યુટી કલેકટરો સહિત 17 ની બદલીના ઓર્ડર કયર્િ છે અને તેમાં 13 ને જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટના પૂર્વ પ્રાંત અધિકારી સંદીપ વમર્નિે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પોસ્ટિંગ માટે પ્રતીક્ષા યાદીમાં રહેલા પ્રિયાંક ગલચરને સુરેન્દ્રનગર મેહુલ દેસાઈને કચ્છ ડીએસઓ બનાવાયા છે ભરૂચના સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેક્ટર એન.એચ.પટેલને ભરૂચમાં નર્મદાના ડેપ્યુટી કલેકટર એસડી ચૌધરીને નર્મદામાં મહીસાગર જિલ્લાના ડેપ્યુટી કલેકટર એન.બી.રાઠોડ ને મહીસાગર જિલ્લામાં બોટાદ જિલ્લાના બરવાળાના પ્રાંત ઓફિસર પરેશ ટી પ્રજાપતિને બોટાદમાં પોરબંદરના ડેપ્યુટી કલેકટર એચ.પી.જોશીને પોરબંદરમાં મૂકવામાં આવ્યા છે. વડોદરાના આસિસ્ટન્ટ કમિશનર એસ. સી. પટેલને અમરેલીમાં બોટાદના એન. બી. મોદીને ગીર સોમનાથ જિલ્લામાં અને સુરતના કુમારી જુઈ પાંડેને સુરત જિલ્લા પુરવઠા અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ હોય ત્યારે સરકારના ટોચના અધિકારીઓથી માંડી સામાન્ય કર્મચારીઓની પણ બદલી થઈ શકતી નથી. જો ખાસ કિસ્સામાં આવું કરવાનું થાય તો ચૂંટણીપંચની આગોતરી મંજૂરી લેવાનું ફરજિયાત છે. આ કિસ્સામાં પણ ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવી છે કારણ કે મોટાભાગના જિલ્લા પુરવઠા અધિકારીઓ હોદાની રૂએ લોકસભાની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકેની પણ જવાબદારી સંભાળતા હોય છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે આવી ખાલી જગ્યાઓ ભરવાનું જરૂરી બની ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application