ઈ-કોમર્સ કંપનીના પેકેટમાં છાત્રોને યુવતી કરતી હતી ડ્રગ્સની ડિલિવરી

  • November 22, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રેટર નોઈડામાં ડ્રગ્સના વેપારનો પદર્ફિાશ થયો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક છોકરી છે જેણે બીબીએ કર્યું છે. આ ધંધાનો મુખ્ય સુત્રધાર ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 20 કિલો ગાંજા, 400 ગ્રામ હશીશ અને એક કાર મળી આવી છે.ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યુવાનોને ડ્રગ્સની જાળમાં ફસાવવાની રમતનો પદર્ફિાશ થયો છે. નોલેજ પાર્કની શૈક્ષણિક સંસ્થાઓ અને કંપ્નીઓમાં જાણીતી ઈ-કોમર્સ કંપ્નીના પેકેટમાં ડ્રગ્સ પહોંચાડતી ગેંગનો બીટા-2 પોલીસ સ્ટેશને પદર્ફિાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બીબીએ ગ્રેજ્યુએટ યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.તેમના કબજામાંથી 20 કિલો ગાંજા, 400 ગ્રામ ચરસ, એક જાણીતી ઈ-કોમર્સ કંપ્નીના 148 એન્વલપ્સ, એક કાર અને એક બાઇક મળી આવી છે. આ લોકો માંગ પર ગાંજા અને ચરસ સપ્લાય કરતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બુલંદ શહરના રહેવાસી ચિન્ટુ ઠાકુર, બિન્ટુ ઠાકુર અને વર્ષા અને બલિયાના રહેવાસી જયપ્રકાશ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ લીડર રિંકુ હજુ ફરાર છે. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે.

પોલીસનો દાવો છે કે કિંગપ્નિ અને યુવતી વષર્િ ભાઈ અને બહેન છે. યુવતી પોતાનો શોખ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ પુરો કરવા ગાંજાની તસ્કરીમાં સામેલ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે નોઈડાની ઘણી કોલેજોના વિદ્યાર્થીઓ તેના સંપર્કમાં છે. ગ્રેટર નોઈડા ઝોનના એડીસીપી અશોક કુમારે જણાવ્યું કે બીટા-2 પોલીસ સ્ટેશન સોમવારે રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું.દરમિયાન, માહિતીના આધારે, નાટ કી મઢૈયા રાઉન્ડ અબાઉટ પાસે એક કાર અને બાઇક સવારને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે તેઓ ઈ-કોમર્સ કંપ્નીઓનો સામાન પહોંચાડે છે.

 શંકાના આધારે જ્યારે પેકેટની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી ગાંજા અને ચરસ મળી આવ્યા હતા. કડક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કંપનીઓના કર્મચારીઓની માંગ પર ચરસ અને ગાંજાનો સપ્લાય કરે છે. પોલીસથી બચવા માટે ઈ-કોમર્સ સાઈટ પરથી ગાંજા અને હશીશ પેકેટમાં ડિલિવરી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application