યુવતીએ સંબંધ રાખવાનો ઇનકાર કરતા તેના ન્યુડ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા

  • February 05, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટના એક ગામમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવનાર યુવતીને યુવાન સાથે પ્રેમ સંબધં હોય જે બાબત ગામમાં જ રહેતા એક શખસને પસદં ન હોય અને તે યુવતીને પોતાની સાથે સંબધં રાખવાનું કહેતો હતો જેનો યુવતીએ ઇનકાર કરી દીધો હતો.જેથી આ બાબતનો ખાર રાખી તેણે યુવતીના તેના પ્રેમી સાથેના ન્યુડ ફોટા કોઇપણ રીતે મેળવી લઇ પોતાના ફેસબુક એકાઉન્ટ અને તેના મિત્રના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી વાઇરલ કરી દીધા હતાં.જે વાતનો ખ્યાસ યુવતીને આવતા તેણે આ બંને આ શખસો સામે પોલીસ ફરિયાદ કરતા ઉપલેટા પોલીસે બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ઉપલેટા પંથકના ગામમાં રહેતી અને સીવણકામ તથા બ્યુટી પાર્લર ચલાવનાર ૨૨ વર્ષીય યુવતીએ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં તેના જ ગામમાં રહેતા વિશાલ વિક્રમભાઇ ચનુરા અને ભરત રાયમલભાઇ સોલંકીના નામ આપ્યા છે.જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૫૪ અને આઇ.ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.


યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવેલી હકિકત મુજબ,તેણીને અન્ય એક ગામમાં રહેતા યુવાન સાથે પ્રેમસંબધં હોય જે વાત વિશાલ ચનુરાને સારી નહીં લાગતા તેણે યુવતીને તેણે આ યુવાન સાથે પ્રેમસંબધં તોડી નાખી મારી સાથે પ્રેમ સંબધં રાખવા યુવતીને કહ્યું હતું પણ યુવતીએ તેનો સ્પષ્ટ્ર ઇનકાર કરી દીધો હતો.જે વાત આરોપીને પસદં પડી ન હતી.જેથી તેણે આ બાબતનો ખાર રાખી વોટસએપ વેબ મારફતે યુવતીના મોબાઇલ ફોન પરથી તેના તથા તેના પ્રેમીના ન્યુડ ફોટા યુવતીની જાણ બહાર પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ રીતે મેળવી લીધા હતાં.બાદમાં આ શખસે યુવતીને બદનામ કરવા માટે તે બંનેના ફોટા પોતાના રાધે રાધે અને રાધે ક્રિષ્ના નામના ફેસબુક આઇડી પર અપલોડ કરી દીધા હતાં.

આ શખસે આટલેથી ન અટકતા આ ફોટાઓ પોતાના મિત્ર ભરત સોલંકીને પણ મોકલતા તેણે પોતાના ભરત સોલંકી નામના ફેસબુક આઇડી પર આ ફોટો સ્ટોરીમાં અપલોડ કરી યુવતીને બદનામ કરવાની કોશીશ કરી હતી.જે વાતની જાણ યુવતીને થયા બાદ તેણે આ બંને શખસો સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે વધુ તપાસ પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application