મોરબી સિરામિક ઉદ્યોગને ફરી ગેસ કંપનીએ ૧.૫૦ ‚પિયાનો ભાવ વધારો કર્યો

  • February 24, 2023 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીનો સિરામિક ઉદ્યોગ બજેટમાં સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખીને બેઠો હતો  જોકે કેન્દ્ર સરકારના બજેટમાં ઉદ્યોગને કાઈમળ્યું નથી અને રાજ્ય સરકારનું બજેટ શુક્રવારે રજુ થવાનું છે તે પૂર્વે જ સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ફરી વધારોઝીંકી દેવાયો છે.


મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ફરી વખત ૧.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેથી સિરામિકઉદ્યોગમાં એમજીઓ કરનાર સિરામિક યુનિટને અગાઉ ૪૭.૯૩ રૂપિયાનો જે ગેસ મળતો હતો તેનો ભાવ વધારીને રૂ ૪૯.૪૩ કરી દેવામાંઆવ્યો છે ગુજરાત ગેસ કંપની દ્વારા સમયાન્તરે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે અને સતત ભાવવધારાથી સિરામિક ઉદ્યોગહાલકડોલક સ્થિતિમાં જોવા મળે છે પ્રોડકશન કોસ્ટ સતત વધી રહ્યું હોવાથી અનેક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
​​​​​​​
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવોમાં અવારનવાર કરવામાં આવતા વધારાથી કંટાળી જઈને સિરામિકઉદ્યોગપતિઓ પ્રોપેન ગેસ તરફ વળ્યા હતા જે નેચરલ ગેસની સરખામણીએ સસ્તો પડતો હતો જોકે તાજેતરમાં પ્રોપેન ગેસમાં કમરતોડભાવવધારો આવ્યો છે તો હવે નેચરલ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી ફરી સિરામિક ઉદ્યોગ માટે માઠી દશા જોવામળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application