લેડી રેક્ટરની નજરની સામે ભાગેલી ચારેય સગીરા સીસીટીવીમાં દેખાઈ

  • August 26, 2023 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલા સ્પેશિયલ હોમ ફોર ચિલ્ડ્રન ગલ્ર્સ ખાતેથી ગઈકાલે શુક્રવારે સવારે એકસાથે નાસી છૂટેલી ચારેય સગીરાઓને શોધવા માટે પોલીસ ઉંધામાથે થઈ છે. શહેરના અનેક રૂટના સીસીટીવી કેમેરા ચેક કરાયા છે જેમાં રેસકોર્સ રિંગરોડ પર ચારેય યુવતી ભાગતી કેમેરામાં પોલીસને નજર પડી હતી.
ચારેય યુવતીએ પંજાબી ડ્રેસ પહેરેલા છે અને પોતાના ચહેરા ન દેખાય તે માટે બુકાની પણ બાંધેલી છે તેના પરથી પોલીસને સ્પષ્ટ્ર ફલિત થયું છે કે, આ ચારેય સગીરાઓ પોતાની ઓળખ ન મળે તે માટે જ ચહેરા ઢાંકયા હશે. રેસકોર્સ રોડ સિવાયના સગીરા જે તરફ ભાગી તે તરફના સીસીટીવી પોલીસ ચેક કરી રહી છે. જાણવા મળ્યા મુજબ રેલવે સ્ટેશન નજીક રૂખડિયાપરા સુધી આ ચારેય સગીરાઓ સાથે જ હતી. સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારબાદ તે વિસ્તારમાં આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ન હોવાથી તેમજ આ વિસ્તારમાં પણ રસ્તા પર કેમેરાઓ ન હોવાના કારણે ચારેય સગીરાઓ કઈ બાજુ સરકી ગઈ તે પોલીસને પગેરૂ મળી શકયું નથી. કદાચિત રૂખડિયાપરા થઈ રેલવે સ્ટેશન તરફ ગઈ હોય અને કોઈ ટ્રેન પકડીને પણ નીકળી ગઈ હોય તેવું બની શકે. ચારેય પાસે નાણા પણ હતા નહીં તેવું પોલીસને જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application