આગાહી વરસાદ પડવાની છે અને પડી રહી છે ગરમી

  • June 07, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયના અનેક વિસ્તારોમાં તીવ્ર ગતિએ પવન ફકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. પરંતુ નવસારી વલસાડ જેવા જિલ્લાઓના અમુક તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાઓને બાદ કરતા હજુ વરસાદ થયો નથી. જોકે ગરમીનો પારો ઉચે ચડી રહ્યો છે અને રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર છોટા ઉદેપુર સહિત રાયના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે અને તેના કારણે ગરમીની સાથે સાથ બફારો પણ થાય છે. ગુવારે સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં ૪૧.૯ અમદાવાદમાં ૪૨ ગાંધીનગરમાં ૪૧.૮ છોટા ઉદેપુરમાં ૪૦.૪ અને વડોદરામાં ૪૦.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન ખાતાએ આજે પણ દાહોદ છોટા ઉદેપુર ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે પણ આ સમગ્ર વિસ્તારની સાથો–સાથ સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના અમુક સ્થળોએ પ્રતિ કલાકના ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની અને હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application