આવતીકાલથી ત્રણ દિવસ યોજાશે પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક

  • March 29, 2023 09:44 PM 

Aajkaalteam

G 20 અંતર્ગત તા.૩૦ માર્ચથી ગાંધીનગર ખાતે યોજાનાર પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠકના ભાગરૂપે આજે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

    

આ બેઠકના આરંભે ડો. પી.કે. મિશ્રાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપત્તિઓ દરમિયાન થયેલા અનુભવો યાદ રાખવાથી જોખમ અંગે   જાગૃતતા વધારવામાં મદદ મળી શકે છે. નવી આફતો અને આપત્તિઓના પુનરાવર્તનને ટાળવા અને જોખમોને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. ભૂતકાળની આપત્તિઓ માંથી મળેલા અનુભવો આવતીકાલની તૈયારીઓ માટે ઉમદા તકો પુરી પાડે છે.વળી સંભવિત આપત્તિને રોકવા માટે પ્રેરણારૂપ બની રહે છે. વધુમાં તેમણે 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી નિર્માણ થયેલ 'સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ',નો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા માટે સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે.


બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી GIDM ના ડાયરેક્ટર જનરલ પી.કે તનેજાએ આ બેઠક પાછળના મુખ્ય ઉદ્દેશની વાત કરતા જણાવ્યું હતું કે, આ બેઠક તમામ સહભાગી દેશોને આપત્તિ દરમિયાનના તેમને થયેલા અનુભવો અને તેમાંથી શીખવા મળેલી બાબતો ના આદાન પ્રદાન માટે  એક પ્લેટફોર્મ પૂરું પાડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application