ભાજપમાં અસંતોષની આગ; નનામો પત્ર–કવિતા ફરતી થઇ, વાંચો કવિતા

  • September 13, 2023 07:21 PM 


રાજકોટ મહાપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દેદારોની ગઇકાલે વરણી કરાઇ જેમાં અનેક લગભગ દરેક પદ માટે અડધો ડઝન દાવેદારો મેદાનમાં હતા તેમાંથી અનેકની બાદબાકી થઇ જતા હવે ૨૪ કલાક બાદ કપાયેલા વફાદારો–દાવેદારોની વેદનાનો વિસ્ફોટ થતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે બપોરથી ભાજપના વર્તુળોમાં એક નનામો પત્ર અને કવિતા ફરતી થઇ છે જે ભારે ચર્ચાસ્પદ બની છે અને વિવાદનો મધપૂડો છંછેડાઇ ગયો છે. રાજકોટ શહેરમાં નનામો ફરતો થયેલો પત્ર અક્ષરશ: નીચે મુજબ છે.


તાજેતરમાં રાજકોટ મહાપાલિકામાં નિમાયેલા મુખ્ય પાંચ હોદ્દાઓમાં અને નવી ૧૫ કમિટીઓ નિમાઇ તેમાં અમુક નેતાઓની નજીક રહેનારાઓને જ હોદા વ્યકિતગત સ્વાર્થ જોઇને આપેલા છે કે જે કોર્પેારેટરો પ્રજાના કામ કરવાની બદલે મોટા ગોડ ફાધરોના કાર્યાલયે સતત બેસવા જાય... જન્મદિવસમાં સાથે ફોટા પડાવીને સોશ્યલ મીડિયામાં મૂકીને આ ગોડ ફાધરોની પ્રશંસા કરે તેવાને જ હોદા આપેલા છે. અને ૧૫ દિવસ પહેલા ઉપલકાંઠેથી વહેલી થયેલી કવિતાને આ ગોડ ફાધરોએ ચરિતાર્થ કરી છે. જાહેરમાં કે કારોબારી ભાજપની મળે ત્યારે પંડિત દિનદયાળજી જેવા બનવાની, તેના જેવું વર્તન કરવાની વાતો માત્ર કરે અને પાછળથી પોતાના કહ્યાગરા હોય તેને જ હોદા આપતા અચકાતા નથી. આદર્શ પ્રમુખ દિનદયાળજીના સિધ્ધાંતના સનું પણ પાલન કરતા નથી.
(થોડા દિવસો પૂર્વે ભાજપમાં વાયરલ થયેલી કવિતાનો સંદર્ભિત ઉલ્લેખ કરી નનામાં પત્રમાં આગળ ઉમેયુ છે કે...)કવિતા  જાહેર કરતાની સાથે જ સૌને શિસ્તમાં રહેવા (નારાજગી હોય તો પણ ચૂપ રહેવા) સૂચના અપાઈ હતી તેથી ત્યારે કોઈ કઈં બોલ્યું ન હતું પરંતુ આજે નનામો પત્ર અને અગાઉ વાયરલ થયેલી કવિતા તે નનામાં પત્રના અંતમાં પુન: લખીને વિરોધ વ્યકત કરાયો છે.
કવિતા બાદ પત્રમાં એક પેરેગ્રાફ લખ્યો છે જેમાં લખ્યું છે કે હાલમાં લોકોની વચ્ચે રહીને લોકોના આખો દિવસ કામ કરનાર સાચા કાર્યકરની આવી હાલત છે અને પોતાની ચેમ્બરોમાં અઢી વર્ષ કયારેય ન દેખાય તો ય તેને બીજી વખત ચેરમેન પદ મળી જાય છે.

ભાજપના વર્તુળોમાં ફરતી થયેલી કવિતા
કાંઇક તો ખામી હશે, મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં,
યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય,
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે
સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી, ગુના ચેલા ચાલી જાય છે,
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે,
સમય એ પણ હતો યારે મહાદેવને પગે લાગતા,
આજે મામાના ભાણા બનવું પડે છે, સાચા કદ મુજબ વેતરાય જાય છે,
જૂનું થઇ ગયું, જમીની કામ કરવું,
સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે.
જૂનું થઇ ગયું, સમિતિમાં હતા તો ભ્રષ્ટ્રાચારી હતા,
સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા,
જૂનું થઇ ગયું, આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો,
સાબિત થઇ ગયું કે, હોય એજ ચાલી જાય,
જૂનું થઇ ગયું, પરિશ્રમની પરાકાા સર્જવાનું,
સાબિત થઇ ગયું કે છેલ્લા ૮, ૧૦ દી મોટા આકાની સામે હાથ જોડી લઇએ તેથી હોદ્દાની સંપૂર્ણ સલામતી બબ્બે વાર પણ થઇ જાય છે,
અને સાચા કદ મુજબ વેતરાય જાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application