રાજકોટ જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી

  • August 25, 2023 02:22 PM 

રાજકોટ જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી

રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવો કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે કહ્યું, રાજ્ય સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચેલી સત્તાઓ પરત આપવાનો ઠરાવ કરવામાં આવ્યો. બિનખેતી અને હેતુફેરની સત્તાઓ સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચી છે. જિલ્લા પંચાયતને સોંપવામાં આવે કારણકે લોકોની વચ્ચે અમે રહીએ છીએ અને કામ પણ અમારે જ કરવાના હોય છે. 
અત્યારે લોકોને એવું લાગે છે કે, જિલ્લા કલેકટર અને અધિકારીઓ કામ કરે છે નહીં કે નેતાઓ. પાર્ટીના પ્રતિનિધિ તરીકે અમે હોઈ તો અમારી પાસે લોકો કામની અપેક્ષા રાખતા હોય છે પણ અમે કાંઈ કરી શકતા નથી. આ અંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ સરકારે પરત લીધેલી સત્તા અંગે કહ્યું, અમારી જ્યાં જરૂર હશે ત્યાં અમે રજૂઆત કરીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application