જૂનાગઢમાં પરિવાર સુતો રહ્યો અને ઘરમાં ૧.૭૭ લાખનો હાથ ફેરો

  • June 26, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર નિંદ્રાધીન પરિવારના મકાનમાં. તસ્કરોનો હા ફેરો -રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ૧.૭૭ લાખની મતા ચોરી યાની ફરિયાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ જીવનધારા ૧ સોસાયટીમાં મધ રાત્રે નિંદ્રાધીન રહેલ સિંધી પરિવારના મકાનને તસ્કરે નિશાન બનાવી ૧.૨૨ લાખની રોકડ, સોના ચાંદીના દાગીના મળી ૧.૭૭ લાખનો મુદ્દામાલની  ત્રણ સપ્તાહ પહેલા યેલ ચોરી અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હા ધરી છે. 

આ અંગે બી ડિવિઝનમાંી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ જીવનધારા ૧ શેરી નંબર ૩ બ્લોક નંબર એ ૫૮ માં રહેતા ટહેલરામ વીસનદાસ લાલવાણીનો પરિવાર સૂતો હતો તે દરમિયાન મધ રાત્રે અજાણ્યો ઈસમે મકાનના દરવાજાનું તાળું તોડી કબાટમાં રાખેલ ૧.૨૦ લાખની રોકડ તા બીજા રૂમમાં રાખેલ સોનાની વીંટી, મહિલાના પર્સમાં રહેલ સોનાના દાણા, ડિજિટલ ઘડિયાળ અને ૨ હજારની રોકડ મળી કુલ ૧.૭૭ લાખના મુદ્દામાલની ચોરી યા અંગે ટહેલરામ લાલવાણી એ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ પી.એસ.આઇ ગોરફાડે હા ધરી છે.

ચોરવાડમાં સરકારના સાયકલોન સેન્ટરમાં ૧૨ લાખના સાધનો ચોરાયા
ચોરવાડ તાલુકામાં બે સાયક્લોન સેન્ટરમાંી ૧૧.૫ લાખની કિંમતના સાધનો ચોરી યાની ફરિયાદ નોંધાઈ છે. જુનાગઢ જિલ્લ ામાં તસ્કરો સરકારી કચેરીને પણ છોડતા ન હોય તેમ ચોરવાડ ના શાંતિપરા અને જાનુડા ગામે આવેલ મલ્ટીપરપઝ સાયકલોન સેન્ટરમાં તા.૧૫ ી ૨૬ દસ દિવસ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે સેન્ટરમાં રહેલ રૂમમાંી લાઈટના જુદા જુદા સાધનો સહિત ૧૧.૫ લાખના મુદ્દામાલની ચોરી કર્યા અંગે કાનાભાઈ જોટવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હા ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application