પોરબંદરના પરિવારે ખંડણી આપી રાજકોટના યુવાનનું અપહરણ કરાવ્યું

  • June 27, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતા કોળી યુવાન હાર્દિક પ્રવીણભાઇ સોલંકી(ઉ.વ 24)નું રાત્રીના તેના ભાઈની નજર સામે ઘર પાસેથી ફોર્ચ્યુનર કારમાં સાત શખસો અપહરણ કરી ગયા હતા. બાદમાં યુવાનને બેફામ માર મારી ગોંડલ પાસે છોડી નાસી ગયા હતા. બીજી તરફ યુવાનના ભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હોય પોલીસે યુવાનને ગોંડલ પાસેથી શોધી કાઢ્યો હતો. ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોળી યુવાનને યુવતી સાથે પ્રેમસંબંધ હોય જે બાબતે પોરબંદરના શખસોએ આરોપીઓને હવાલો આપી યુવાનનું તેના ભાઈએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે યુવાનના ભાઈની ફરિયાદ પરથી આરોપીઓ સામે રાયોટ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



જાણવા મળતી વિગતો મુજબ, ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર નંબર 11 માં બીજા માટે રહેતા અને ગેરેજમાં કામ કરનાર ભૌમિક પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ 23) નામના કોળી યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરીયો ગઢવી, મેટીયો, અમરદીપ ઝાલા, જયલો, રાધે કોળી અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.  યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બે ભાઈ બે બહેન છે. જેમાં તેના સૌથી મોટાભાઈ હાર્દિક (ઉ.વ 24) ગઈકાલ રાત્રિના અહીં કવાર્ટર નીચે ઉભો હતો ત્યારે એક સફેદ કલરની ફોરચ્યુનર કાર આવી હતી. જેમાંથી પુનિતનગરમાં રહેતો પરીયો ગઢવી તથા અન્ય આરોપીઓ ધોકા લઈને ઉતયર્િ હતા.પરીયાએ હાર્દિક પાસે આવી તેની સાથે વાતચીત કરતો હતો અને ગાડીમાં બેસી જવાનું કહ્યું હતું હાર્દિકે ના પાડતા આ લોકો ધરાર તેને ગાડીમાં બેસાડવાની કોશિશ કરતા તેણે ઇનકાર કરતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદી ભૌમિક તુરંત અહીં પહોંચી પોતાના ભાઈને છોડાવવા જતાં પરીયાએ ધોકા મારવા જતા તે ખસી ગયો હતો. આ સમયે આ લોકોએ કહ્યું હતું કે, જો તું વચ્ચે આવીશ તો તું પણ મરી ગયો માનજે. જેથી યુવાન ડરના લીધે પોતાના ક્વાર્ટરમાં ચાલ્યો ગયો હતો. દરમિયાન આ શખસ તેની નજર સામે તેના મોટાભાઈ હાર્દિકનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી ગયા હતા. યુવાને આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ.ડી.ગઢવી, પી.એસ.આઇ.ડી.એસ. ગજેરા, એએસઆઈ કે.યુ.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

આરોપીઓ હાર્દિકનું અપહરણ કરી ગયા બાદ રસ્તામાં તેને બેફામ મારમારી ગોંડલ પાસે તેને ઉતારી દીધો હતો. બાદમાં હાર્દિકનો મોબાઇલ ફોન ઓન થતા તેને શોધી રહેલ પોલીસને તેનું લોકેશન મળતા તુરંત અહીં પહોંચી ગઈ હતી. યુવાનને ઇજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાને લઇ માલવીયાનગર પોલીસે અપહ્યુત યુવાનના ભાઈ ભૌમિકની ફરિયાદ પરથી આરોપીઓ સામે અપહરણ રાયોટ, મારામારી, ધમકી, સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

યુવાનના ભાઇ ભૌમિકે જણાવ્યું હતું કે, તેનો ભાઈ હાર્દિકને ચોક્કસ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય દરમિયાન પોરબંદરના શખસોએ આરોપીઓને તેના ભાઈને ઉઠાવી લેવા માટે હવાલો આપ્યો હોવાની શંકા તેણે દશર્વિી છે. ત્યારે આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.

આરોપીઓની વાહનમાં તોડફોડ સહિતના ગુનામાં સંડોવણી
યુવાનનું ફોચ્યુર્નર કારમાં અપહરણ કરનાર પુનિતનગરનો પરીયો, મેટીયો સહિતના આરોપીઓ અગાઉ એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું માલુમ પડ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના નહેરૂનગર વિસ્તારમાં અગાઉ કારના કાચ તોડવાના ગુનામાં પણ આ શખસો પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ફરિયાદી યુવાન પર છરીથી હુમલો થતાં તેને ઈજા પહોંચી હોવાનું માલુમ પડ્યું છે.



યુવાનને માર મારી તેનો વીડિયો બનાવ્યો
અપહરણકતર્ઓિની ચૂંગાલમાંથી મુકત થયેલા યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હાર્દિકનું ફોરચ્યુનર કારમાં અપહરણ કરી ગયા બાદ રસ્તામાં ગાડીમાં તેને બેફામ મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગોંડલ પાસે તેને ઉતારી દઈ અહીં આરોપીઓએ તેનો પાસે વિડીયો બનાવ્યો હતો. જે વીડિયોમાં યુવાનને મારે યુવતી સાથે સંબંધ હોય તેવું બોલવડાવ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application