પુષ્કરધામ પાસે વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટની ઇન્દિરા સર્કલ પાસે શિલ્પન સ્કેવરમાં આવેલી ઓફિસે કૌટુંબિક ભત્રીજાએ છરી સાથે ધસી આવી સ્ટાફ સાથે ગાળાગાળી કરી કોમ્પ્યુટર ઉઠાવી ગયો હતો.બાદમાં તેણે કાકાને ફોન કરી કહ્યું હતું કે, મને ધંધો કરવા માટે બે લાખ તથા દેણું ચૂકવવા ત્રણ લાખ આપો બાકી તમાં કોમ્પ્યુટર પરત નહીં મળે.જોકે સમજાવટ કરતા તે કોમ્પ્યુટર પરત મૂકી ગયો હતો. આ અંગે એડવોકેટેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં પુષ્કરધામ મેઇન રોડ પર વસંતકુંજ એપાર્ટમેન્ટ સી– ૫૦૧ માં રહેતા એડવોકેટ વિનોદભાઈ અરવિંદભાઈ જોશી (ઉ.વ ૪૨) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મૂળ જૂનાગઢનો વતની અને હાલ રાજકોટમાં રહેતા પોતાના કૌટુંબિક સગીર ભત્રીજાનું નામ આપ્યું છે. વિનોદભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને રાજકોટમાં ઇન્દિરા સર્કલ શિલ્પન સ્કેવરમાં ચોથા માળે ૪૦૩ નંબરની ટેકસ કન્સલ્ટન્સીની ઓફિસ આવેલી છે આ સિવાય તેમને ઉપલેટા અને ધોરાજીમાં પણ ઓફિસ આવેલી છે. ધોરાજીની ઓફિસ તેમના મોટાભાઈ સંભાળે છે.
ગત તારીખ ૩૦૯ ના તેઓ ધોરાજી ખાતેની ઓફિસે કામ સબબ જતા હતા ત્યારે રસ્તામાં રાજકોટ ઓફિસના સ્ટાફ રાજનભાઈ માંડલિયાનો સવારના સમયે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારો ભત્રીજો અહીં ઓફિસે આવી છરી બતાવી ઓફિસ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં ઓફિસના ઉપયોગ માટે રાખેલ ડેકસસ્ટોપ એચપી કંપની ઓલ ઇન વન કોમ્પ્યુટર કિંમત પિયા ૧,૦૦,૦૦૦ છરી બતાવી વાયર કાપી ઓફિસમાંથી લઈ ગયો છે. જેથી રાજનભાઈએ ૧૦૦ નંબરમાં ફોન કરી દીધો હતો અને ફરિયાદીને પણ જાણ કરી હતી. આ સાંભળી ફરિયાદી તુરતં ધોરાજીથી રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા.
વિનોદભાઈ રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે તેને ભત્રીજાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મને ધંધો કરવા માટે બે લાખ તથા દેણું ચૂકવવા ત્રણ લાખ આપો બાકી તમાં કોમ્પ્યુટર પરત નહીં મળે. જેથી કૌટુંબિક ભત્રીજાને ફોનમાં સમજાવટ કરતા તે અહીં ઓફિસે આવી કોમ્પ્યુટર પરત આપી દીધું હતું. આ સમયે તેણે ઓફિસ સ્ટાફ સામે ધમકી આપી હતી કે, તારા શેઠને કહેજે મને પાંચ લાખ આપે બાકી કુટુંબમાં કોઈને રહેવા નહીં દઉ આમ કહી તે અહીંથી જતો રહ્યો હતો. આ અંગે ફરિયાદીએ કૌટુંબિક ભત્રીજા સામે આ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech