રાજકોટ શહેરના કાલાવડ રોડ અને નાનામવા રોડની વચ્ચેના વૃંદાવન સોસાયટી મેઈન રોડ ઉપર મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૦માં આવેલા ટીઆરપી ગેમઝોનના અિકાંડમાં બાળકો સહિત ૩૦ના કરુણ મોત નિપયાની દુર્ઘટના બાદ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે રાય સરકાર અને રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનના સત્તાવાળાઓનો ભરી અદાલતમાં જોરદાર ઉધડો લેતાં ગત સાંજે રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનના મ્યુનિ. કમિશનર આનદં પટેલની બદલીનો હત્પકમ કરવામાં આવ્યો હતો જેમાં તેમને કયાંય પોસ્ટીંગ અપાયું નથી પરંતુ તેમના સ્થાને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ચિફ એકિઝકયુટીવ ઓફિસર ડી.પી. દેસાઈને રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશનરની બદલીનો હત્પકમ થયા બાદ ગણતરીના કલાકોમાં મોડી સાંજે રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની બદલીનો હત્પકમ કરવામાં આવ્યો હતો. જેમાં તેના સ્થાન રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફરજ બજાવતાં અધિકારી પંડાને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરની જેમ જ ટાઉન પ્લાનિંગ ઓફિસરને પણ કયાંય પોસ્ટીંગ અપાયું નથી. હાઈકોર્ટની ફટકાર બાદ સાંજથી શ્રેણીબધ્ધ હત્પકમોનો દોર શરૂ થયો હતો અને કહી શકાય કે આ હજુ શરૂઆત છે હજુ અનેકને ફંગોળાશે. દરેકની જવાબદાર સુનિિત થઈ રહી છે. ખાસ કરીને ટીઆરપી ગેમ ઝોન યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી હાલ સુધીના સમયગાળામાં રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનમાં કમિશનર સહિતના જે અધિકારીઓના કાર્યકાળમાં આ ગેમ ઝોન વિકસ્યો અને સંવર્ધિત થયો તે તમામ સામે પણ પગલા લેવા હાઈકોર્ટે ફટકાર લગાવી છે.
ગત બપોરે સુઓમોટો રીટની સુનાવણી અંતર્ગત હાઈકોર્ટે ભરી અદાલતમાં એવો આદેશ કર્યેા હતો કે, રાજકોટના ૨૦૨૧થી અત્યાર સુધીના તમામ મ્યુનિ. કમિશનરો પાસેથી આ મામલે ખુલાસો પૂછો. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન છેલ્લ ા ત્રણથી ચાર વર્ષથી ધમધમતો હતો. ગેમ ઝોન અંંગે ચર્ચાતી વિગતો મુજબ કોઈ ત્રણ વર્ષથી ઝોન કાર્યરત હતો તેમ કહે છે તો કોઈ ચાર વર્ષથી આ ઝોન કાર્યરત હતો તેમ કહે છે. ૨૦૨૧થી હાલ મે–૨૦૨૪ સુધીના સમયગાળામાં રાજકોટમાં ફરજ બજાવનાર તમામ મ્યુનિ. કમિશનરોનો આ ગેમ ઝોન મામલે ખુલાસો પૂછવામાં આવનાર છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના સમયગાળામાં મ્યુનિ. કમિશનરો બદલાયા છે પરંતુ ટાઉન પ્લાનિંગ ઓફિસર તો એ જ રહ્યા છે.
અિકાંડ મામલે ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના તમામ મ્યુનિ. કમિશનરો પાસે હાઈકોર્ટે જે ખુલાસો માગ્યો છે તેમાં (૧) ફાયર એનઓસી સહિતના જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર)નું કેટલા અંશે પાલન થયું છે? (૨) બાંધકામનું (ગેમિંગ ઝોન)ના સ્ટ્રકચર સ્ટેબિલીટી સટિર્ફિકેટ મેળવાયું હતું કે કેમ? (૩) ફાયર સેટી એકટ મુજબ સલામતી વિષયક પગલાઓનું સમયાંતરે ચેકિંગ અને નિરીક્ષણ થયું હતું કે કેમ? તેમજ (૪) વિવિધ કાયદા હેઠળના લાઈસન્સ અને જરૂરી પરવાનગીઓ મેળવાઈ હતી કે કેમ? આ તમામ બાબતો અંગે જુલાઈ–૨૦૨૧થી બનાવ બન્યા તારીખ સુધીના રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનના તમામ મ્યુનિ. કમિશનર અને અન્ય સંબંધિત તમામ જવાબદાર અધિકારીઓને વિગતવાર ખુલાસા સાથેના સોગંદનામા ફાઈલ કરવા માટે હાઈકોેર્ટે ફરમાન કયુ છે.
અન્ય મ્યુનિ. કમિશનરો પાસે પણ રિપોર્ટ માગ્યો
રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટનાને અત્યતં ગંભીરતાથી લઈને હાઈકોર્ટે રાય સરકાર તેમજ સરકારી તંત્રને બરાબર ફટકાયુ છે. ઘટના રાજકોટમાં બની છે પરંતુ રાયના અન્ય મહાનગરોમાં જેમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ચાલતા ગેમ ઝોન અને તેની ફાયર સેટી તેમજ મેળવવા પાત્ર થતી અન્ય જરૂરી મંજૂરીઓ સહિતના મામલે ખુલાસો કરતું સોગંદનામું ફાઈલ કરવા હત્પકમ કર્યેા છે. તદુપરાંત સુપ્રિમ કોર્ટે ફાયર સેટી માટે જાહેર કરેલા હત્પકમનું પાલન કરવામાં કસુર કરવા બદલ રાજયના તમામ મ્યુનિ. કમિશનરો સામે કાર્યવાહી શા માટે ન કરવી? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.
પોસ્ટિંગ વિના લટકતા કમિશનર અને ટીપીઓ
રાજકોટ મ્યુનિ. કમિશનર આનદં પટેલના સ્થાને ઔડાના સીઈઓ ડી.પી. દેસાઈને રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે નિયુકત કરાયા છે. યારે આનદં પટેલને હજુ સુધી કયાંય પોસ્ટીંગ અપાયું નથી. આ જ રીતે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની પણ બદલી કરાઈ છે અને તેમનો ચાર્જ રૂડાના અધિકારી પંડાને સોંપવામાં આવ્યો છે, પરંતુ સાગઠીયાને હજુ સુધી પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી.
અરોરાએ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી
રાજકોટના પૂર્વ મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ તેમની સાથે અન્ય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત પણ લીધી તે તસવીરો વાયરલ થતાં તેમજ સમાચારોના અહેવાલોમાં પણ પ્રસિધ્ધ થતાં હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને એવો સવાલ ઉઠાવ્યો હતો કે આ અધિકારીઓ તે ગેમ ઝોનમાં શું કરતા હતા?
કમિશનર બદલાયા ટીપીઓ યથાવત
હાઈકોર્ટના આદેશ મુજબ જુલાઈ–૨૦૨૧થી હાલ સુધીમાં જેટલા મ્યુનિ. કમિશનરો બદલાયા હોય તેનો ખુલાસો માગવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરો તો બદલાયા છે પરંતુ ટાઉન પ્લાનિંગ ઓફિસર આ સમયગાળામાં યથાવત રહ્યા હોય પ્રથમથી લઈ હાલ સુધીના સમયગાળામાં તેઓ કદાચ એક જ એવા અધિકારી છે કે જે તેમની પોસ્ટ ઉપર યથાવત રહ્યા હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech