નશામાં યુવકે કાર હોળીમાં નાખીને સળગાવી દીધી

  • March 26, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાબરકાંઠા હોળી દહન દરમિયાન અજીબ ઘટના ઘટી હતી. ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે હોળીકા દહન સમયે નશામાં કાર ચાલકે પોતાની કાર સળગતી હોળીમાં મુકીને કારની બહાર ઉતરી ગયો હતો. કારને સળગતી મુકીને બહાર ઉભા ઉભા જોતો રહ્યો હતો. જોકે કાર સીએનજી હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં નશામાં યુવકે ભાનભુલ્યો હતો. તેણે હોળીની સાથે પોતાની કારને પણ સળગાવી દેતા સૌ કોઇ ચોકી ઉઠા હતા. ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે કારની હોળી કરી દેવામાં આવી છે. હોલીકા દહન સમયે નશામાં યુવકે કાર હોળીમાં સળગતી મુકી હતી. કારની હોળીની ઘટનાના વીડિયો પણ વાયરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે નશામાં કાર ચાલક કારને હોળીમાં હોમીને બહાર નીકળી રહ્યો છે. આ કાર કાર સી.એન.જી હોવાથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application