ધ્રોલ પંથકમાં થયેલી મંદિર ચોરીઓનો ભેદ ખુલ્યો: ચારની અટક

  • September 02, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાખરા, પડધરી, કુવાડવા ખાતે થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલી ૪ લાખનો મુદામાલ કબ્જે : એકની શોધખોળ

ધ્રોલ પંથકના ખાખરા વિસ્તારમાં તાજેતરમાં મંદિરોમાં તથા દુકાનમાં ચોરીના બનાવ બન્યા હતા જેનો ગણતરીમાં ધ્રોલ પોલીસે ભેદ ઉકેલી મુળ એમપીના સગીર સહિત ચાર શખ્સની ચાર લાખના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. ધ્રોલ ઉપરાંત પડધરી અને કુવાડવાની ચોરીના ભેદ પણ ઉકેલાયા છે.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા, ધ્રોલ સીપીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન હેઠળ ધ્રોલમાં થયેલી ચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, ગત તા. ૨૨ રાત્રીના ખાખરા ગામમાં આવેલ રામજી મંદિરમાંથી એલ્યુમીનીયમનો ઝુલો અને કાનુડાની મુર્તી, આશાપુરા માતાજીના મંદિરમાંથી ૩ સોનાના નાના છતર, ૩ ચાંદીના મુગટ, ૨૦ નાના છતર, નાગબાઇ માતાજીના મંદિરમાંથી જુના નાના મોટા ૨૦ ચાંદીના છતર, રોકડા ૧૫ હજારની ચોરી થઇ હતી.
ઉપરાંત ખાખેશ્ર્વર મહાદેવ મંદિરમાંથી ચાંદીનું છતર, શ્રી મચ્છો માતાજીના મંદિરમાંથી ૬ નાના ચાંદીના છતર અને આશાપુરા પાન કરીયાણા અને પંચરની દુકાનમાંથી પરચુરણ મળી કુલ ૮૫૮૦૦ની ચોરી થઇ હતી જે અંગે અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોથી માહિતી મેળવી ધ્રોલના પીએસઆઇ પી.જી. પનારા અને સ્ટાફના ધર્મેન્દ્ર વઘોરાને સંયુકત બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમો આ તરફ આવ્યા છે.
જેના આધારે પોલીસે મુળ મઘ્યપ્રદેશના ધાર જીલ્લાના તડીયાફળીયુ અને હાલ લૈયારામાં રહેતા હરેશ સિંધાનીયા અલાવા, હાલ લૈયારા મુળ સકારીયાપુરા ગામના પ્રદિપ વેચીયા મહેડા, હાલ રાજકોટના માલીયાસણ ગામ વાડી અને મુળ ગનાવાફળીયુ જોબટ તાલુકાના બીલામ દરીયાસિંહ ગનાવા અને એક સગીરને પકડી લીધા હતા. પુછપરછમાં ધ્રોલની મંદિર તેમજ એ સિવાયની અન્ય ચાર ચોરીની કબુલાત આપી હતી. તેમજ આ ચોરીમાં હાલ અમરેલી કોલડા ગામ અને મુળ એમપીના બેયડા ગામના નંગરુસીંગ ઉર્ફે રાહુલ ઉર્ફે રવિ કમલસીંગ અજનારની સંડોવણી ખુલતા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
પોલીસે ઉપરોકત ચારેય આરોપીઓને પકડી પાડી ૪.૦૧.૬૨૦નો મુદામાલ કબ્જે કર્યો છે, પુછપરછમાં પડધરીના ચણોલ ગામ, ફતેપર ગામમાં મંદિર ચોરી,  અને રાજકોટના કુવાડવામાં મધરવાડા ગામ, જોધપુરમાં ચોરી કર્યાની કબુલાત કરતા આ ચોરીનો ચાંદીનો ઢાળીયો, નાના મોટા છતર કબ્જે લેવાયા છે, આરોપીઓ પાસેથી ઉપરોકત ગુનાનો મુદામાલ સિવાય કુલ ૯૨ છતર કી. ૫૫૯૦૦નો મુદામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application