ખીજડિયા ગામે હોડી પલ્ટી જતા ડૂબેલા વ્યક્તિઓ બચાવવા ગયેલા યુવાનનું મોત

  • September 02, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડીયા ગામ નજીક હોડીમાં બેસી દર્શન માટે ચાર લોકો મંદિર જઈ રહ્યા હતા ત્યારે અચાનક હોડી પલ્ટી હતી. હોડી પલ્ટી જતા નદીના સામે કાંઠે રહેલા એક યુવાને ચારેય લોકોને બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી હતી.  જો કે હોડી સાથે નદીમાં પડેલ તમામ ચારેય લોકોનો બચાવ થયો હતો. પરંતુ બચાવવા પડેલા વ્યક્તિનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાલુકા મામલતદાર તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડીયા ગામે આજે સોમવતી અમાસ નિમિત્તે ચાર લોકો  હોડીમા બેસી બેલનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે વેળાએ અચાનક  હોડી નદિમા પલ્ટી ખાઈ જતા હોડીમાં સવાર ચારેય વ્યક્તિઓનો નદીમાં ડૂબ્યા હતા. નજર સામે હોડી પલ્ટી જતા  નદિના સામાકાઠે ઉભેલા હરપાલસિહ ભવાનસિહ ગોહિલ નામની વ્યક્તિ બચાવવા માટે નદીમાં પડ્યા હતા. જો કે હોડી સાથે નદીમાં પડેલ ચારેયનો બચાવ થયો હતો. પરંતુ હરપાલસિંહ ગોહિલનું  ડૂબી જતા મોત થયું હતું. 
ઘટનાની જાણ થતાં  મામલતદાર અને ગઢડા પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો.  અને હરપાલસિંહના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હોડી પલ્ટી જતા તેમાં રહેલ લોકોને બચાવવા નદીમાં કુદેલા હરપાલસિંહ નામના વ્યક્તિનું ડૂબી જતા ભારે શોક છવાયો હતો.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application