હાલની સંકલ્પયાત્રા વિકસિત ભારતના વિચારને જનઆંદોલન બનાવવા માટે છે-અમિત શાહ

  • December 02, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લ ાનાં ચાંડુવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ  હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ યાત્રા વિકસિત ભારતના વિચારને જન આંદોલન/લોક આંદોલન બનાવવાની યાત્રા છે. જે બાકી છે તેને મળવા માટેની યાત્રા છે તો આગામી પાંચ વર્ષમાં બધાને શત પ્રતિશત બધુ આપી દેવાના સંકલ્પ સાથેની આ યાત્રા છે.


ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે ભારત બે હિસ્સામાં વહેંચાયેલું છે. એક કે જેની પાસે અનાજ, પાણી,  આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ ભારત તિરંગા સાથે ચંદ્ર સુધી પહોંચ્યું છે. તેવા સમયે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે. બીજી તરફ જર્મની, જાપાન જેવા દેશો કે જેઓએ છેલ્લ ા ૭૫ વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તેવા દેશો સાથે હરિફાઈ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુનું સ્થાન અપાવી સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ કરવા માટેની યાત્રા છે.
૭૦ કરોડ લોકોના ઘરમાં ગેસ, શૌચાલય, પાણી, ઘર નહોતું, અનાજ માટે સંઘર્ષ કરવો પડતો હતો, અને સ્વાસ્થ્ય સુવિધાઓની ઉપલબ્ધિ નહોતી. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ત્યારથી દેશમાં જન-ધન ખાતા ખોલીને લોકોના ખાતામાં સીધા પૈસા વચેટિયા વગર જમા કરાવ્યા છે. દરેક ઘરમાં ગેસ કનેક્શન, વીજળી પહોંચાડીને એક પ્રકારનું સુવિધાપૂર્ણ જીવન લોકો માટે ઉપલબ્ધ બનાવ્યું છે.


સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આવતા ૨૫ વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે. કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લ ેખ કરી તેમણે સરકારની યોજનાઓથી કેવી રીતે લોકોનું જીવન બદલાયું છે તેની ‚પરેખા આપી હતી.


આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ, ગૃહમંત્રી દ્વારા  નલ સે જલ યોજના અને આયુષ્યમાન ભારત યોજનાની ૧૦૦ ટકા કામગીરી માટે ચાંડુવાવ સરપંચ નિષિતાબેન બારડને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતાં.


આ તકે, જિલ્લ ા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લ ામાં ૩ રથના માધ્યમથી હાલ સરકારની ૧૭ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે. ચાંડુવાવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, લાઈવલીહૂડ મિશન, હરઘર જલ યોજનામાં ૧૦૦% સિદ્ધિ મેળવી છે. છેવાડાના માનવીને સરકારની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડીને તેમના ઉદ્ધારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
​​​​​​​ 
 આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, જિલ્લ ા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લ વીબેન જાની, પૂર્વ મંત્રી સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જશાભાઈ બારડ, બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ ચુનીભાઇ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, શિવાભાઈ સોલંકી, જયેશભાઈ વઘાસિયા, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર સોમનાથ જિલ્લ ાના પ્રભારી અનુપ ખિંચી, આઇ.એ.એસ વર્ષા જોશી, રેન્જ આઈ.જી. શ્રી નિલેશ ઝાઝડિયા, જિલ્લ ા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લ ા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત આગેવાનો, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application