પોલીસ ચોકીમાં જ કોન્સ્ટેબલ તથા કહેવાતો વકીલ 25000ની લાંચ લેતાં ઝડપાયા

  • August 05, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ મથક હેઠળની પંચાયતનગર પોલીસ ચોકીનો પોલીસમેન અને વેચટીયો વકીલ ા.25,000ની લાંચ લેતા જામનગર એન્ટીકરપ્શન બ્યુરોની ટીમના હાથે રંગેહાથ પકડાયા છે. આ બને સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પંચાયત ચોકીના પીએસઆઇની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
એસીબીના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબની પ્રાથમિક માહિતી પ્રમાણે રેલનગર વિસ્તારમાં રહેતો વ્યક્તિ ક્રિકેટ સટ્ટા કે આવી કોઇ પ્રવૃત્તિમાં આવ્યો હોવાનો અને તેની વિધ્ધમાં અરજી થઇ હતી. જેની તપાસ પંચાયતનગર પોલીસ ચોકીમાં સોંપવામાં આવી હતી. આ અરજીની તપાસ પોલીસમેન વિપુલ ઓળકિયા કરી રહ્યો હતો. જેની સામે અરજી થઇ હતી તેનો સંપર્ક કરીને પોલીસની ભાષામાં પોલીસમેન દ્વારા આ ઇસમ સામે કાર્યવાહી કરવાની વાત કરાતી હતી.
અરજી બાબતે વચલો માર્ગ કાઢવા પતાવટ કરવા માટે ભાવિન ઘાણી નામના એડવોકેટે ઝંપલાવ્યું હતું. પોલીસમેનનો સંપર્ક કર્યો હતો અને અંતે વાટાઘાટ બાદ 25,000 પિયામાં ગોઠવણ થઇ હતી. જેની સામે અરજી થઇ હતી તે વ્યક્તિ નાણા (લાંચ) આપવા ઇચ્છતો ન હતો આ કારણે તેણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સંદર્ભે તપાસ જામનગર એસીબીને સોંપવામાં આવી હતી.
જામનગર એસીબીના પીઆઇ આર.એન.વિરાણી તથા ટીમે ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને તેની ફરિયાદ લઇને લાંચનું ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવાયું હતું. નકકી થયા મુજબ આજે લાંચના નાણા આપવાના હતાં અને આ ગોઠવણ ભાવિન મગનભાઇ ઘાણી નામના કહેવાતા એડવોકેટ મારફતે થઇ હતી.
એસીબીના ફરિયાદીએ લાંચની રકમ ભાવિન ઘાણીને આપી હતી અને ભાવિન ઘાણી આ નાણા પંચાયત પોલીસ ચોકીએ પોલીસમેન વિપુલ સાર્દુલભાઇ ઓળકિયાને આપવા માટે પહોંચ્યો હતો. બધુ સમુ સુતરું હોવાનું માનીને વિપુલે પોલીસ ચોકીમાં જ નાણા સ્વીકાયર્િ હતાં. અગાઉથી જ ખાનગી વેશમાં ગોઠવાઇ ગયેલા પીઆઇ આર.એન.વિરાણી અને ટીમે પોલીસમેન વિપુલે નાણા સ્વીકારતા તુર્ત જ વિપુલ અને કહેવાતા વકીલ ભાવિન ઘાણીને સાધુ વાસવાણી રોડ પર આવેલી પંચાયત પોલીસ ચોકીની અંદર જ પકડી પાડયા હતાં.
એસીબીની ટીમ આવી ચડતા બન્ને શખસો રંગે હાથ પકડાયા હતાં અને ફફડાટ મચી ગયો હતો. પોલીસ ચોકીના પીએસઆઇ વી.એન.બોદરને પણ પુછતાછ અર્થે એસીબીની કચેરીએ લઇ આવી બેસાડી દેવાયા હતાં. એસીબીની પ્રાથમિક તપાસમાં હાલ તુર્ત પીએસઆઇ બોદરનો કોઇ રોલ સ્પષ્ટ થયો નથી. પકડાયેલા કોન્સ્ટેબલ વિપુલ અને ભાવિનની પૂછતાછમાં કાંઇ વિગત નિકળશે તો પીએસઆઇ બોદર સામે કાર્યવાહી થશે. હાલ તો પીએસઆઇ બોદર ચોકી ઇન્ચાર્જ હોવાથી તેઓને માત્ર પુછપરછ માટે લઇ અવાયા હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ ચોકીની અંદર જ નાણા લેતાં પોલીસમેન ઝડપાયાની વાત વાયુવેગે પ્રસરી જતાં શહેરભરની પોલીસમાં પણ ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે.
જાણવા મળ્યા મુજબ ટ્રેપમાં પકડાયેલો પોલીસમેન વિપુલ ઓળકિયા અગાઉ પણ નાણા લેતા ઝડપાઇ ચુકયો છે અને તેની બદલી રાજકોટ શહેરમાં થઇ છે. જયારે કહેવાતા વકીલ પાસે સનદ ન હોવાનું પ્રાથમિક તબકકે આંતરીક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એસીબીના મદદનીશ નિયામક ગોહિલની રાહબરી હેઠળ વધુ તપાસ રાજકોટ એસીબી દ્વારા હાથ ધરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application