જે કોલેજે અદાણીને એડમીશન ન આપ્યું, એ જ કોલેજે પ્રવચન માટે આપ્યું ઇન્વીટેશન

  • September 06, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 1970ના દાયકામાં મુંબઈની એક કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી હતી, પરંતુ કોલેજે તેમની અરજી ફગાવી દીધી હતી. પછી તેણે વધુ અભ્યાસ કર્યો ન હતો પરંતુ વ્યવસાય તરફ વળ્યા અને લગભગ સાડા ચાર દાયકામાં 220 અબજ ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું હતું. આજે એ જ કોલેજમાં શિક્ષક દિને વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. આ અવસર પર તેમણે શું કહ્યું તે પણ તમને જણાવીએ.


આ કોલેજે પ્રવેશ આપ્યો ન હતો

જય હિન્દ કોલેજ એલ્યુમની એસોસિયેશનના પ્રમુખએ ભારતના સૌથી ધનિક લોકોમાંના એક અદાણીનો પરિચય કરાવતા જણાવ્યું હતું કે તેઓ 16 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા હતા અને હીરાનું કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે 1977 અથવા 1978માં શહેરની જય હિંદ કોલેજમાં પ્રવેશ માટે અરજી કરી હતી. પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેણે આ કોલેજમાં અરજી એટલાં માટે કરી હતી, કારણ કે તેનો મોટો ભાઈ વિનોદ અગાઉ આ જ કોલેજમાં ભણતો હતો.


ભણવાનું છોડીને શરૂ કર્યો બિઝનેસ

ગૌતમ અદાણીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો દરજ્જો આપતાં નાનકાણીએ જણાવ્યું હતું કે, સદનસીબે કે કમનસીબે કોલેજે તેમની અરજી સ્વીકારી ન હતી અને તેમણે પોતાનું કામ કરવાનું શરૂ કર્યું અને વૈકલ્પિક કારકિર્દી બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે લગભગ બે વર્ષ સુધી હીરાનું કામ કર્યું. તે પછી તેઓ પેકેજિંગ ફેક્ટરી ચલાવવા માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પાછા ફર્યા. આ ફેક્ટરી તેમના ભાઈ ચલાવતા હતા. 1998માં કોમોડિટીઝમાં બિઝનેસ કરતી તેમની કંપની શરૂ કર્યા પછી અદાણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આગામી અઢી દાયકામાં તેમની કંપનીઓએ બંદરો, ખાણો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, સિટી ગેસ, રિન્યુએબલ એનર્જી, સિમેન્ટ, રિયલ એસ્ટેટ, ડેટા સેન્ટર્સ અને મીડિયા જેવા ક્ષેત્રોમાં સાહસ કર્યું.



લેક્ચર આપતાં 62 વર્ષીય અદાણીએ કહ્યું કે જ્યારે તેણે તેની પ્રથમ સીમા તોડવાનું નક્કી કર્યું ત્યારે તે માત્ર 16 વર્ષના હતા. તેનો સંબંધ અભ્યાસ છોડીને મુંબઈમાં અજાણ્યા ભવિષ્ય તરફ જવા સાથે હતો. લોકોએ પ્રશ્ન પૂછ્યા હતા કે તમે મુંબઈ કેમ આવ્યા? તમે તમારું શિક્ષણ કેમ પૂરું ન કર્યું? અદાણીએ જણાવ્યું હતું કે જવાબ દરેક યુવાન સ્વપ્ન જોનારાના હૃદયમાં રહેલો છે જે મર્યાદાઓને અવરોધો તરીકે નહીં પરંતુ તેની હિંમતની કસોટી કરતા પડકારો તરીકે જુએ છે.


વ્યવસાય ક્ષેત્ર બનાવે છે એક સારા શિક્ષક

તેણે કહ્યું કે મને લાગ્યું કે શું મારામાં આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ શહેરમાં મારું જીવન જીવવાની હિંમત છે. મુંબઈ તેમના વ્યવસાય માટેનું પ્રશિક્ષણ સ્થળ હતું કારણ કે તેમણે હીરાને કેવી રીતે વર્ગીકૃત અને વેપાર કરવો તે શીખ્યા હતાં. અદાણીએ કહ્યું કે બિઝનેસનું ક્ષેત્ર સારા શિક્ષક બનાવે છે. હું ઘણા સમય પહેલા શીખ્યો હતો કે એક ઉદ્યોગસાહસિક તેની સામેના વિકલ્પોનું વધુ પડતું મૂલ્યાંકન કરીને ક્યારેય સ્થિર રહી શકતો નથી. મુંબઈએ જ મને મોટું વિચારતા શીખવ્યું. તમારે પહેલા તમારી મર્યાદાની બહાર સ્વપ્ન જોવાની હિંમત હોવી જોઈએ.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News