ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી ગગડીને ૧૬.૪ ડિગ્રી થતાં સિઝન નો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.એક સપ્તાહ બાદ તાપમાનનો પારો ૧૭ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો. પવનની ઝડપ ૧૦ કિમી.યથાવત રહી હતી.મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી યથાવત રહેવા પામ્યું હતુ.ઠંડીના કારણે લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડયા છે.ભેજ ૯૦ ટકા રહયો હતો.
આજે મંગળવારે સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું હતુ.મોડેથી સૂર્યપ્રકાશ રહ્યો હતો.છેલ્લા એક સપ્તાહથી શિયાળો ભાવનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે જામતો જાય છે.તાપમાનમાં વઘ ઘટ થવાથી ઠંડીનું પ્રમાણ પણ વધી અને ઘટી રહ્યું છે. લોકોને કબાટ,માળિયામાંથી સ્વેટર,ગરમકોટ,મફલર, કાન ટોપી,હાથ મોજા બહાર કાઢી ધારણ કરવા પડ્યા છે.ઠંડીના કારણે અનેક લોકોની દિનચર્યા મોડી શરૂ થાય છે.ઠંડીના કારણે મોડી સાંજે ઘરાકી ખાસ ન રહેતા વેપારીઓ તેમના ધંધા વહેલા આટોપી લે છે.
શહેરનું મહત્તમ તાપમાન ગઈકાલની માફક આજે ૨૯ ડિગ્રી યથાવત રહેવા પામ્યું હતું.જ્યારે લઘુત્તમ તાપમાન આજે સવારે ૦.૬ ડિગ્રી ઘટીને ૧૬.૪ ડિગ્રી થતાં ઠંડીનું જોર વધવા પામ્યુ હતું. એક સપ્તાહ બાદ તાપમાનનો પારો ૧૭ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો.આજે સવારે પવનની ઝડપ ૧૦ કિ.મી. યથાવત રહી હતી.જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ઠંડીમાં વધ - ઘટ થઈ છે.ભેજનું પ્રમાણ પણ વધુ રહયું છે.
આજે મંગળવારે સવારે ભેજનું પ્રમાણ વધીને ૯૦ ટકા રહયું હતું. છેલ્લા ઘણા દિવસોથી ભેજનું પ્રમાણ વધારે રહયુ છે.આથી લોકો પારાવાર પરેશાન થયા છે. જ્યારે આજે શનિવારે સવારે સતત બીજા દિવસે ૧૦ કિમી.ની ઝડપે કાતિલ પવન ફૂંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech