એક શખ્સની મુદામાલ સાથે અટકાયત
ભાણવડના ફતેપુર રોડ પર થયેલ લુંટનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી આરોપીને મુદામાલ અને એક ગાડી સાથે ભાણવડ અને એલસીબીની ટુકડીએ પકડી લીધો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધીક્ષક હાર્દિક પ્રજાપતી, સર્કલ પીઆઇ યુ.કે. મકવા તથા ખંભાળીયા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલની રાહબરી હેઠળ ફતેપુર ગામ રોડ પર થયેલ લુંટનો ભેદ ઉકેલવા ભાણવડ પીએસઆઇ એમ.આર. સવસેટાને સુચના કરેલ હોય.
જે અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનના એ પાર્ટ, કલમ 394 મુજબનો ગુનો દાખલ થયેલ હોય આ કામના ફરીયાદી કેશવભાઇ દેવસીભાઇ પીપરોતર રહ. માનપર ગામ, તા. ભાણવડવાળા પોતાનુ મોટરસાયકલ ટીવીએસ નં. જીજે37ઇ-5399 લઇને ભાણવડ સૈરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં પાક ધીરાણના પયા ઉપાડવા આવેલ અને ા. 2.50 લાખ ઉપાડી થેલી મોટરસાયકલના હેન્ડલમાં આવેલ હુકમા રાખી પોતાના ઘરે જતા હોય અને રેલ્વે ફાટક બાદ ફતેપુરવાળા રસ્તે સુમસામ જગ્યાએ પહોચતા ત્યાં એક અજાણ્યા ઇસમે ફરીયાદીના મોટર સાયકલને ચાલુ મોટરસાયકલએ ધકકો મારી પાડી દઇ ફરીયાદી પાસે રહેલ રકમમાંથી રોકડા 1.50 લાખની લુંટ કરી નાશી ગયેલ હોવાની હકીકત જણાવતા હોય જે બાબતે ઉપરોકત ગુનો જાહેર થયેલ હોય.
ભાણવડ પીએસઆઇ એમ.આર. સવસેટા તથા સર્વેલન્સની ટીમના માણસો દેવભુમી દ્વારકા એલસીબીની ટુકડી સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ પહોચતા દ્વારકા ક્ધટ્રોલ દ્વારા લુંટ થયેલ સરહદી જીલ્લાઓમાં લોંગ પાસ કરાવતા તેમજ ભાણવડ તાલુકાન ચેકપોસ્ટ તેમજ ભાણવડ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકથી બનાવની જગ્યા સુધીના ટના આજુકાના પેટ્રોલપંપો તથા હોટલો, દુકાનોના સીસી ફુટેજ ચેક કરાવતા ફરીયાદની મોટરસાયકલ પાછળ એક શંકાસ્પદ ઇસમ સીબીઝેડ મોટરસાયકલમાં પીછો કરતા હોવાનુ જાણવા મળતા ઇસમની તપાસ કરતા ભાણવડના એએસઆઇ સાગાભાઇ હુણ તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજાએ ટેકનીકલ રીતે તથા હયુમન સોર્સીસના તથા ઇ-ગુજકોપ આધારે લુંટમાં આરોપી યુનુસ હનીફમીયાં રફાઇ રહે. રામેશ્ર્વર પ્લોટ, તા. ભાણવડવાળો હોવાનુ જાણવા મળતા આરોપીને તેના રહેણાંક મકાનેથી ફરીયાદમા જણાવેલ મુદામાલ તથા ગુનાના કામે ઉપયોગ કરેલ મોટરસાયકલ નં. જીજે25ઇ-9583 સાથે પકડી પાડી તેમજ આરોપી ગુનાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech