ગુજરાત લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થતા તેનો ચમકારો ખાસ કરીને સોનાના વેપાર પર પડો છે છેલ્લા દોઢ મહિનાથી સુસ્ત થઈ ગયેલી સોની બજારમાં હવે ખરીદીનો કરટં નીકળ્યો છે. શુક્રવારે અખાત્રીજ ઝવેરીઓ માટે શુકનવંતી સાબિત થાય તેવી આશા જાગી છે.છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવની સપાટી તેજ ગતિએ વધી રહી હતી છેલ્લા પાંચ મહિનામાં સોનાના ભાવમાં આઠથી દસ હજાર પ્રતિ ૧૦ ગ્રામ વધારો થયો છે સોનાના ભાવની સાથે ચાંદીની ચમક પણ વધી છે. આ દરમિયાન લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતાના લીધે સોની બજારના કરોડોના વ્યવહારોને બ્રેક લાગી ગઈ હતી. આચારસંહિતાના પગલે આંગડિયા પેઢીઓએ પણ રોકડના વ્યવહારો અટકાવી દીધા હતા જેની અસર સૌથી વધારે સ્થાનિક સોની બજાર પર પડી હતી.એક અંદાજ મુજબ રાજકોટની જવેલરી બજારમાં એક દિવસમાં સવા થી દોઢ કરોડનું ટર્ન ઓવર થાય છે.
વધેલા ભાવ અને આચારસંહિતાના લીધે ૧૦% નો વેપાર થઈ ગયો હતો. કામ પણ ન હોવાના લીધે મોટાભાગના કારીગરો નવરા ધૂપ થઈ ગયા હોવાના કારણે તેમના વતન એક મહિનાની રજા માટે થતા રહ્યા હતા.સોના ચાંદીની માર્કેટ માટે અખાત્રીજ એ બીજી ધનતેરસ જેવો જ પર્વ ગણાય છે, અક્ષય તૃતીયાએ સોનુ ખરીદવું એ શુભ મનાય છે અને સંસ્કૃતિ મુજબ આ દિવસે સોનું ખરીદવું એ અક્ષય ગણાતું હોવાના લીધે લોકો અક્ષય તૃતીયા પર એક ગ્રામથી માંડીને મોટી વસ્તુની ખરીદી કરતા હોય છે અને અખાત્રીજ પછી લની પણ શ થતી હોવાથી પ્રસંગોને અનુપ પણ મોટી ખરીદી થાય છે પરંતુ આ વર્ષે ચૂંટણીના લીધે આચારસંહિતા લાગુ પડી થતા ખરીદીની ચમક ઝાંખી પડી ગઈ હતી. જોકે હવે સ્થાનિક બજાર માટે અખાત્રીજ ળે તેવી ઝવેરીઓને આશા છે.
નિયંત્રણો હટતા હવે બજાર ફરીથી ધમધમશે
જેમ્સ એન્ડ વેલરી કમિટીના મેમ્બર પ્રવીણભાઈ વૈધએ જણાવ્યું કે, અખાત્રીજના પર્વ પછી દશેરા અને દિવાળી નો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ચૂંટણી પૂરી થતાં ઝવેરીઓએ હાશકારો લીધો છે નિયમિત વહેવારો શ થઈ જતા ફરીથી કારીગરોને પણ ઓર્ડર મળવાનું શ થઈ જશે. માંગ નીકળતા સ્થાનિક બજારમાં ખરીદી નો નવો કરટં આવશે
ગોલ્ડની સાથે ડાયમંડનો ટ્રેન્ડ
શિલ્પા લાઈફ સ્ટાઈલના પ્રભુદાસભાઈ પારેખે જણાવ્યું હતું કે આ અખાત્રીજ એ સોનાની ખરીદીને સાથે ડાયમંડની વેલરીની પણ ડિમાન્ડ જોવા મળી છે. ખાસ કરીને યુવા વર્ગમાં ડાયમડં વેલરીનો ટ્રેન્ડ છે. આથી સોનાના હેવી દાગીના ની સાથે સાથે લાઈટ વેટ વેલરીની પણ ડિમાન્ડ નીકળી છે
ઝવેરીઓ દ્રારા વિશેષ ઓફરો મુકવામાં આવી
દર વર્ષે અખાત્રીજના પર્વ પર રાજકોટના સોની વેપારીઓ ગ્રાહકો માટે ખાસ ઓફર મુકતા હોય છે એમાં આ વર્ષે ગોલ્ડ ડીલર્સ એસોસિએશન દ્રારા ૧૦ ગ્રામ સોનાના દાગીના ની ખરીદી પર મજૂરીમાં ૧૫૦૦ પિયા અને રીયલ ડાયમંડની વેલરી ની ખરીદી પર મજૂરીમાં ૫૦ ટકાનું વળતર અપાશે ત ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું
ટૂંકા સમયમાં પીળી ધાતુએ સારું વળતર આપ્યું
અખાત્રીજના અવસર પર પીળી ધાતુ ખરીદવાનું ચૂકતા નથી તેમ જણાવતા પ્રેમજી વાલજી વેલર્સના હરીશભાઈ સોનીએ જણાવ્યું હતું કે,સોનાના ભાવની સપાટી વધારે છે તેમ છતાં પણ લોકો પોતાની ક્ષમતા મુજબ ખરીદી કરે છે. પ્રસંગોપાત ખરીદી સાથે ગોલ્ડ સેફ હેવન તરીકે પણ સાબિત થયું છે. છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોની પીળી ધાતુ એ સાં વળતર આપ્યું છે જેના લીધે પણ સોનાની ખરીદી પ્રત્યે લોકો આકર્ષાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMશ્રીનગરની મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ
November 14, 2024 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech