જીએસટીના અધિકારીની હેરાનગતિને લઈને વેપારીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા

  • November 29, 2023 06:26 PM 

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વેપારીએ જીએસટીના અધિકારીઓ હેરાન કરતા કંટાળી આખરે કોર્ટમાં દાવો દાખલ કરતા કમિ. સહિત ત્રણ અધિકારીઓને હાજર થવા કોર્ટનો આદેશ કરાયો હતો.


 ભાવનગર શહેરના સરદાર નગર વિસ્તારમાંર હેતા વેપારીને જીએસટીના અધિકારીઓ ચેકિંગના નામે હેરાન કરતા હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા અને મહાદેવ ટ્રેડિંગ નામની કંપની ધરાવતા વેપારીને ત્યાં ચેકિંગ કરવા આવેલા જીએસટી અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો હતો. જીએસટી ના અધિકારીઓ દ્વારા પેઢીની ઓફિસે આવી અને વેપારી તેમ જ કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે વેપારીએ આ અંગે આક્ષેપ કર્યો હતો કે જીએસટી ના અધિકારીઓ દ્વારા સર્ચચેકીંગના નામે હેરાન કરી અને વેપારી તેમાં તેના કર્મચારીઓને પરેશાન કરવામાં આવે છે. અને વેપારીની પેઢી ખાતે રહેલા સીસીટીવી પણ અધિકારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા. જે તમામ ઘટના વેપારીના સીસીટીવી માં કેદ થઈ હતી અને જેના આધારે વેપારીએ હાઇકોર્ટમાં જીએસટી ના ત્રણ અધિકારીઓ સામે દાવો દાખલ કર્યો હતો. મહાદેવ ટ્રેડિંગ નામે હોલસેલના વેપારી નરેશ આગીચાએ હાઇકોર્ટમાં GST ના કમિશનર સહિતના ત્રણ અધિકારી વિરુદ્ધ દાવો દાખલ કરાતા કોર્ટ દ્વારા ત્રણે અધિકારીઓને ૨૨ ડિસેમ્બરના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. જીએસટી ના અધિકારીઓ વેપારીને હેરાન કરતા હોય જે અંગે વેપારી દ્વારા આક્ષેપ કરાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application