મોતીતળાવમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું

  • December 07, 2023 05:28 PM 

મહાનગરપાલિકા દ્વારા સતત ત્રીજા દિવસે જારી રાખેલા અભિયાનમાં ઓરડીઓ, દીવાલો તેમજ શેડ તોડી પડયા : વિરોધ વચ્ચે તાઝ ઇલેક્ટ્રિકનું મહાકાય બોર્ડ પણ તંત્રએ હટાવ્યું, શહેરના કુંભારવાડા, મોતીતળાવમાં મહાપાલિકા તંત્ર દ્વારા સપ્તાહના પ્રારંભથી હાથ ધરવામાં આવેલા દબાણ હટાવ મહાઅભિયાનના આજે ત્રીજા દિવસે ગેરકાયદેસર બનાવી લેવામાં આવેલી ઓરડીઓ, દીવાલો તેમજ શેડ સહિતના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દઈ તમામ માલસામાન જપ્ત કર્યો હતો. ઉપરાંત તાઝઇલેક્ટ્રિકદ્વારા પૂર્વ મંજૂરી વિના મુકાયેલા મહાકાય બોર્ડ ભારે વિરોધ વચ્ચે હટાવી દેવામાં આવ્યું હતું. અને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.


કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલા દબાણ અંગેના મહાઅભિયાનના આજે ત્રીજા દિવસે ગેરકાયદેસર બનાવી લેવામાં આવેલી ઓરડીઓ, દીવાલો તેમજ નાના-મોટા શેડ સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ ઉપરાંત તાઝ ઇલેક્ટ્રિક દ્વારા પૂર્વ મજુરી વિના મુકાયેલા મહાકાય બોર્ડને ભારે વિરોધ વચ્ચે હટાવી દઈ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


તંત્ર દ્વારા આજે મોતીતળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ૨ઓરડી,૧૦દિવાલ,૬શેડ તેમજ ૫મોટા ઓટલા, લોખંડના મોટા દરવાજા અને ગાલિચા સહિત તમામ દબાણોનો સફાયો કરી દેવાયો હતો. મહાપાલિકા તંત્ર દ્વારા સવારથી શરૂ કરાયેલા દબાણ હટાવ મહાઅભિયાનમાં બપોર સુધીમાં ૪ગાડી જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે મહાકાય બોર્ડ હટાવી આસામી પાસેથી ૬થી પણ વધુ દંડ વસુલાયો હતો. મહાપાલિકા દ્વારા ચાલી રહેલા દબાણહટાવ મહાઅભિયાનના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વાપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application