રાજપરા નજીક કેનાલમાંથી બાઈક સાથે યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

  • December 17, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલભીપુર તાલુકાના રાજપરા ગામ નજીક કેનાલ માંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બાઈક સાથે યુવાનો ગ્રુપ દે રાજપરા ગામ નજીક માઇનોર કેનાલમાંથી મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.


 આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં માઇનોર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વલભીપુર તાલુકાના રાજપરા ગામ નજીક પસાર થતી માઇનોર કેનાલમાં બાઈક સાથે એક યુવાનો મૃતદેહ હોવાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને બનાવ અંગે વલભીપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને જાણ થતા વલભીપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ યુવાન વહેલી સવારે બાયક સાથે કેનાલમાં પડ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવ્યું હતું. પોલીસે યુવાનના મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે રાજપરા ગામ કેનાલ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application