પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ IPS હસમુખ પટેલનું મોટું નિવેદન...હવે આ મહિનામાં યોજાશે જુનિયર કલાર્કની પરિક્ષા

  • February 06, 2023 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે હસમુખ પટેલનની નિમણુક કરવામાં આવી છે. ત્યાર બાદ હસમુખ પટેલે પત્રકારોને સંબોધતા કહ્યું કે જુનિયર કલાર્કની પરિક્ષા એપ્રિલમાં લેવાશે તેવો દાવો કર્યો છે.



આ દરમ્યાન હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.  આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે.
​​​​​​​


હસમુખ પટેલે કહ્યું કે એપ્રિલ મહિનાની કઇ તારીખ છે તે હાલ જાહેર નહી કરીએ. થોડી તૈયારીઓ સાથે તારીખ જાહેર કરવામા આવશે. હાલ તારીખ જાહેર કરવાની મારી પણ ઇચ્છા છે, પરંતુ તે અપરિપક્વ નિર્ણય ગણાશે થોડી તૈયારી કરી લઇએ અને તૈયારી કરવા લાગી ગયા છીએ. ટુંકા દિવસોમાં તારીખ જાહેર કરવામા આવશે. બને એટલી વેહલી પરિક્ષાની તારીખ જાહેર થાય તે અમારી પ્રાથમિકતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application