રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક, આસિ.ફાયર ઓફિસર અને બે સસ્પેન્ડ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વગેરે ચારની જામીન અરજીઓ અદાલતે નામંજૂર કરી દીધા બાદ વધુ એક આરોપી જમીન માલિક ખેડૂત કિરીટસિંહ જાડેજાની પણ જામીન અરજી પણ આજે સરકાર અને આરોપી પક્ષના વકીલોની દલીલો બાદ ફગાવી દેવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક મકાજી સર્કલ પાસે નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/ 2024ના રોજ વિનાશક આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી સહિત વિવિધ તંત્રો દ્વારા ગેમ ઝોનના ભાગીદારો સાથે સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે થયા હતા, દરમિયાન અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 15 આરોપીઓ પૈકી જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, તેમજ મહાપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરો ગૌતમ જોશી અને રાજેશ મકવાણા વગેરે ચાર આરોપીઓએ કરેલી જામીન અરજીઓ ફગાવી દેવામાં આવ્યા બાદ વધુ એક આરોપી જમીન માલિક ખેડૂત કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન અરજી કરતા કોર્ટે આજે તા.8 ને મંગળવારના રોજ રાખેલી સુનાવણીમાં સરકાર પક્ષ અને આરોપીના વકીલોની લાંબી રજૂઆતો દલીલો બાદ દ્વારા કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech