લઘુતમ તાપમાનમાં થઈ રહેલા ઘટાડાનો સિલસિલો આજે બીજા દિવસે પણ રાયના અનેક વિસ્તારોમાં ચાલુ રહ્યો હતો. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી જેટલું નીચે ઉતયુ છે. ગાંધીનગરમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી હતું તે આજે ઘટીને ૧૫.૫ ડિગ્રી થઈ ગયું છે.
અમરેલીમાં ગઈકાલે ૧૮.૪ અને આજે ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે ભાવનગરમાં સામાન્ય ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી રહેવા પામ્યું છે. ભુજમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટું છે અને આજે ૨૧.૪ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે ૧૯ અને આજે ૧૮ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં ભેજનું પ્રમાણ આજે ૯૦ ટકા હોવાથી લોકોએ ફલ ગુલાબી વાતાવરણનો અનુભવ કર્યેા હતો.
રાજકોટની વાત કરીએ તો શિયાળાની સિઝનમાં આજે પ્રથમ વખત રાજકોટમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે રહેવા પામ્યું છે, ગઈકાલે રાજકોટમાં ૨૦ ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે સામાન્ય ઘટાડા સાથે ૧૯.૬ ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં અડધો ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી નોંધાયું છે.
લઘુતમ તાપમાનના પ્રમાણમાં ઘટાડો શ થયો છે પરંતુ મહત્તમ તાપમાન હજુ ખાસ નીચે ઉતરતું ન હોવાથી મોડી સાંજથી વહેલી સવાર સુધી લોકોને રાહત રહે છે પરંતુ દિવસ દરમિયાન ગરમી અનુભવે છે.
જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી તારીખ ૧૪ થી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિમાલયન રિજીયનમાં તારીખ ૧૪ થી એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમ પછી જો પવનની દિશા અને અન્ય બાબતો સાનુકૂળ રહેશે તો શિયાળાની ઠંડીનો ચમકારો લોકો અનુભવશે.
બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં એક લો પ્રેશર સર્જાયું છે અને તે તામિલનાડુ તથા આંધ્રપ્રદેશના દરિયા કાંઠા વચ્ચે આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશ કર્ણાટક તામિલનાડુ કેરલા સહિતના દક્ષિણના રાયોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech