જમ્મુ–કાશ્મીરમાં ભારતીય સેના દ્રારા મોટું પગલું લેવાવા જઇ રહ્યું છે અને આત્નાકીઓ નો ખાત્મો બોલાવવા ભારતીય સેના દ્રારા ઓપરેશન સર્વશકિત શ કરવાનો નિર્ણય કરાયો છે.
આ ઓપરેશન હેઠળ સેના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ–કાશ્મીરમાં પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુ સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવશે. જમ્મુ–કાશ્મીરમાં આતંકવાદીઓના પ્રયાસોને રોકવા અને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેનાએ એક મોટું પગલું ભયુ છે. જમ્મુ–કાશ્મીરમાં ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાની આતંકવાદીઓના પ્લાન સામે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ શ કરી દીધી છે. ભારતીય સેના દ્રારા ઓપરેશન સર્વશકિત શ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓપરેશન હેઠળ સેના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ–કાશ્મીરમાં પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુ સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવશે. ફરી વિકસી રહ્યો છે પીર પંજાલ ક્ષેત્રમાં આતંકવાદ સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓપરેશન સર્વશકિત પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુએ સંયુકત આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, યાં શ્રીનગર સ્થિત ચિનાર કોપ્ર્સ તેમજ નાગરકોટા મુખ્યમથક હોવાથી વ્હાઇટ નાઈટ કોપ્ર્સ વારાફરતી ઓપરેશનને અંજામ આપશે. આ સિવાય તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ જમ્મુ અને કાશ્મીરમાં ખાસ કરીને રાજાૈરી પૂંચ સેકટરમાં આતંકવાદી ગતિવિધિઓને પુનર્જીિવત કરવાની પાકિસ્તાની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંકલન કરશે.
નવું ઓપરેશન સર્પવિનાશની તર્જ પર હશે
આ ઓપરેશન ઓપરેશન સર્પ વિનાશની તર્જ પર હોવાની અપેક્ષા છે જે ૨૦૦૩માં પીર પંજાલ રેન્જની દક્ષિણે આવેલા સમાન વિસ્તારોમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે શ કરવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ તાજેતરમાં કહ્યું હતું કે, ૨૦૦૩થી આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ લગભગ અધ્શ્ય થઈ ગઈ હતી, પરંતુ પશ્ચિમી હરીફ હવે તેને ત્યાં પુન:જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે ઉત્તરી કમાન્ડ તેમજ કોપ્ર્સ કમાન્ડરો સાથે આ આતંકવાદીઓના ખતરાનો સામનો કરવાની રીતો પર વિગતવાર ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech