દેશમાં વાર્ષિક જીએસટી કલેકશન ૧૦% વધીને ૧.૬૫ લાખ કરોડ સુધી પહોચ્યું

  • January 02, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં જીએસટી કલેકશનમાં ફરી એકવાર વધારો થયો છે. નાણા મંત્રાયલના ડેટા અનુસાર,એપ્રિલ અને ડિસેમ્બર ૨૦૨૩ની વચ્ચે જીએસટી કલેકશન ૧૨ ટકા વધીને ૧૪.૯૭ લાખ કરોડ પહોંચી ગયું છે. વાર્ષિક ધોરણે ૧૦ ટકા વધીને ૧.૬૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિના સુધી જીએસટી કલેકશનનો આંકડો ૧.૫ લાખ કરોડને વટાવી ગયો છે.

નાણા મંત્રાયલે નવા વર્ષમાં જીએસટીના આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, નવેમ્બર ૨૦૨૩માં જીએસટી કલેકશન ૧.૬૮ લાખ કરોડ પિયા હતું. ડિસેમ્બરમાં આ આંકડો ૧.૬૫ લાખ કરોડ હતું, જે માસિક ધોરણે લગભગ બે ટકા ઓછો છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જીએસટી કલેકશનના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. માસિક કલેકશન સરેરાશ ૧.૬૬ લાખ કરોડ પિયા રહ્યું છે. નાણા મંત્રાયલ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૭–૧૮માં જીએસટી કલેકશનની માસિક સરેરાશ પિયા એક લાખ કરોડ હતું. કોરોના મહામારી બાદ નાણાકીય વર્ષ ૨૦૨૦–૨૧માં વધવા લાગ્યું. ત્યાર બાદ નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૩માં માસિક સરેરાશ ૧.૫૧ લાખ કરોડ પિયા હતું.
ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ જીએસટી ૩૦,૪૪૩ કરોડ અને સ્ટેટ જીએસટી ૩૭,૯૩૫ કરોડ પિયા, ઈન્ટિગ્રેટેડ જીએસટી ૮૪,૨૫૫ કરોડ પિયા અને સેસ ૧૨,૨૪૯ કરોડ પિય રહ્યું છે. સરકારે ઈન્ટિગ્રેટેડ જીએસટીમાંથી ૪૦,૦૫૭ કરોડ પિયા સેન્ટ્રલ જીએસટી અને ૩૩,૬૫૨ કરોડ પિયા સ્ટેટ જીએસટીને આપ્યા હતા. તેના કારણે ડિસેમ્બરમાં સેન્ટ્રલ જીએસટીની કુલ આવક ૭૦,૫૦૧ કરોડ અને સ્ટેટ જીએસટીની કુલ આવક . ૭૧,૫૮૭ કરોડ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application