સિવિલમાં લેભાગુઓ બેફામ: પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા

  • May 10, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે સરકારી ખરાબાનું ખુલ્લું ખેતર અને તેમા પોપાબાઈનું રાજ જેવી સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે.
હોસ્પિટલ કેમ્પસ તો ખેડે એનું ખેતર અને ખેતર એટલા ભાગીયાની જેમ દિવસ–રાત બિન અધિકૃત વ્યકિતઓનો અડ્ડો બની ગયું છે, એમ છતાં સિવિલ અધિક્ષક આખં આડા હાથ રાખતા હોવાથી તબીબો, નસગ સ્ટાફ સહિતના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ અધિક્ષક પોલીસ કમિશનના જાહેરનામાનો અમલ કરાવવાની બદલે ધિયા ઉડાવી રહ્યા હોવાનું સ્થિતિ જોતા જણાઈ રહ્યું છે.

શહેર પોલીસ કમિશન દ્રારા પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કલેકટર, જિલ્લા ન્યાયાલય, જિલ્લા પંચાયત, બહત્પમાળી બિલ્ડિંગમાં આવેલી તમામ કચેરીઓ, નાયબ પોલીસ મહાઅધિક્ષકની કચેરી, પોલીસ અધિક્ષક–રાજકોટ ગ્રામ્ય, સિવિલ હોસ્પિટલ, મહાનગર પાલિકાની વિવિધ કચેરીઓ, ઝોન–ઓફિસો, આર.ટી.ઓ., પ્રાંત અધિકારી, શહેર તથા તાલુકા મામલતદાર ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં કામ માટે આવતા નાગરિકો સિવાયની અન્ય અનધિકૃત વ્યકિતઓના કચેરી પ્રવેશ પર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબધં ફરમાવ્યો છે. અને જાહેરનામામાં જણાવ્યું છે કે, ઉપરોકત કચેરીઓમા કામ માટે આવતી જાહેર જનતા સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી, તેમજ આ કચેરીમાં આવતી જાહેરજનતા–અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિઓ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબધં ફરમાવ્યો છે. આ હત્પકમો તા. ૩૦ જૂન ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જેનો ભગં કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

પરંતુ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો કોઈ અમલ જ થતો નથી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકોના ડેરા તંબુ કાયમી માટે હોવાથી શ્રમિક વર્ગ મસમોટા ભાડા ચૂકવી લૂંટાઈ રહ્યા છે. તો હોસ્પિટલના કેમ્પસમાં ટ્રોમા સેન્ટર સહિતની જુદી જુદી જગ્યાએ વાહનો રાખી ટોળીઓ ભેગી કરતા અને સાંજ પડતા જ કેમ્પસમાં કેટલાક તત્વો અડચણ પ રીતે વાહન પાર્ક કરી બેસી જતા નસગ સહિતના મહિલા કર્મચારીઓને ત્યાંથી પસારમાં થવામાં પણ સંકોચ અનુભવે છે. કેટલીક વખત હોસ્પિટલના મહિલા એચઓડીને પણ વાહન રાખવા બાબતે બોલાચાલી થઇ ગઈ હોવા છતાં દાદાગીરી કરતા તત્વો સામે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી ઘૂંટણિયે બેઠા હોઈ તેમ લાગી રહ્યું છે. રાત્રીના સમયે પણ કેમ્પસમાં ખુરશીઓ પાથરી જાણે ગાર્ડનમાં બેઠા હોઈ એ રીતે કેટલાક લોકો બેઠેલા જોવા મળે છે. ત્યારે હોસ્પિટલની સિકયોરિટી સામે પણ એટલા જ સવાલ ઉઠી રહ્યા છે.પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તેના જ કેમ્પસમાં અમલ કરાવી શકતા નથી આ જોતા હવે કોને શિક્ષા થવી જોઈએ એ પોલીસ કમિશનરે કાયદાની હે નક્કી કરવું રહ્યું

દાદાગીરી કરતા તત્વોને તગેડવામાં આવે તો આપવામાં આવે છે ધમકી
સિવિલ કેમ્પસમાં બિનજરી રીતે ખુરશી નાખી સીન સપાટા નાખતા તત્વોને તગેડવા માટેનું કેહવાય તો આ તત્વો તેના મળતીયાઓ મારફતે આર.ટી.આઈ.હેઠળ માહિતી માગી હોસ્પિટલ સ્ટાફને હેરાનગતિ કરવામાં આવે છે, આવા તત્વો સામે ઘૂંટણિયે પડેલા સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીની કઇ રગ દબાયેલી છે કે જે પોલીસને સાથે પોલીસ કમિશનરના જાહેર નામનો કડક હાથે અમલ કરાવી શકતા નથી, એ તો ખુદ સુપ્રિટેન્ડેન્ટ અને હોસ્પિટલ કેમ્પસમાં અડ્ડો બનાવી બેઠેલા તત્વો જ જાણતા હશે પણ આ વચ્ચે હોસ્પિટલના સ્ટાફને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે


રાજયસભાના સાંસદ અને ધારાસભ્યનું પણ ન ઉપજયું
સિવિલ હોસ્પિટલમાં એક કાર્યક્રમમાં આવેલા રાયસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને કેમ્પસમાં બેસતા તત્વોથી ફિમેલ નર્શીગ સ્ટાફ સહિતના મહિલા કર્મચારીઓને મુશ્કેલી પડતી હોવાની રજુઆત સિવિલ સુપ્રિટેન્ડેન્ટની હાજરીમાં જ કેટલાક લોકો દ્રારા કરવામાં આવી હતી. રજૂઆતના પગલે સાંસદ મોકરિયા અને ધારાસભ્ય ટીલાળાએ તાકીદે પોલીસમાં ફોન કરી આવા તત્વોને દૂર કરવા માટેનું જણાવ્યું હતું અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તેમજ સિકયોરિટીને પણ હવે આવું ન થાય તે બાબતે ધ્યાન રાખવા કડક સૂચના આપી હતી પરંતુ બે પાંચ દી બધું બરાબર ચાલ્યા બાદ ફરી એજ સ્થિતિ ઉભી રહેતા તબીબો અને સ્ટાફમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, સાંસદ અને ધારાસભ્યનું પણ જો ઉપજતું ન હોઈ તો સમસ્યા અંગે કેવું તો કેવું કોને ? આવા સવાલ પુછાઈ રહ્યા છે


પોલીસ ખુદ મેદાનમાં આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે

હોસ્પિટલ ચોર, ગઠિયાઓ, દાડિયાઓનું ઘર બની ગયું છે, તેની સાથે બિનજરી તત્વો પોતાના અડા જમાવી બેસતા થયા છે અને પોતાના અને અરજદારોના પાછલે બારણેથી કામ કરાવી તોડ પાણી પણ કરી રહ્યાની ચર્ચા છે, સિકયોરિટીના હાથ બાંધેલા હોવાથી સિકયોરિટી અશકત છે, ત્યારે હોસ્પિટલ અને કેમ્પસમાં વધતા દૂષણને દૂર કરવા માટે ખુદ પોલીસ જ કડક કાર્યવાહી કરી કાયમી માટે સમસ્યાનો ઉકેલ લાવે એ જરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application