2008માં રિલીઝ થયેલી આમિર ખાન અને અસિન સ્ટારર ફિલ્મ 'ગજની'ને ભારે સફળતા મળી હતી. આમાં આમિરની જબરદસ્ત એક્ટિંગ અને ફિલ્મની સ્ટોરી આજે પણ લોકોને ગૂઝબમ્પ્સ આપે છે. અસિને પણ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તો ખલનાયકના પાત્રે ફિલ્મમાં પ્રાણ પૂર્યા. આ ફિલ્મમાં કલાકારોનું કાસ્ટિંગ મજબૂત હતું. પરંતુ શું તમે જાણો છો કે આ સુપરહિટ ફિલ્મ માટે આમિર મેકર્સની પહેલી પસંદ ન હતો.
મેકર્સ બ્લોકબસ્ટર ફિલ્મ 'ગજની' માટે આમિરની જગ્યાએ સલમાન ખાનને કાસ્ટ કરવા માંગતા હતા. આ ફિલ્મના નિર્દેશક એઆર મુરુગાદોસે 2005માં ગજની નામની તમિલ ફિલ્મ બનાવી હતી. તે તેની હિન્દી રિમેક પણ બનાવવા માંગતો હતો અને આ માટે તે 'ગજની'માં સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કરવા માંગતો હતો. પરંતુ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા પ્રદીપ રાવતે સલમાનના બદલે આમીરનું નામ સૂચવ્યું હતું. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો છે.
પ્રદીપ રાવતે તાજેતરમાં સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં 'ગજની' સાથે જોડાયેલી કેટલીક અજાણી વિગતો જાહેર કરી છે. પ્રદીપે કહ્યું- "એઆર મુરુગાદોસ હંમેશા કહેતા હતા કે તે હિન્દીમાં પણ ગજની બનાવવા માંગે છે. પ્રદીપે વધુમાં જણાવ્યું કે મુરુગાદોસ ફિલ્મના હિન્દી વર્ઝન માટે સલમાન ખાનને કાસ્ટ કરવા માંગતા હતા પરંતુ તેમને લાગ્યું કે સલમાન આ રોલ માટે પરફેક્ટ નથી. પ્રદીપે વધુમાં કહ્યું કે, "મને લાગ્યું કે સલમાન શોર્ટ ટેમ્પર વ્યક્તિ છે અને મુરુગાદોસ હિન્દી અને અંગ્રેજી નથી જાણતા."
અભિનેતાએ કહ્યું કે તે સમયે દિગ્દર્શક એઆર મારુગાદોસ વિશે કોઈ વધુ જાણતું ન હતું, આ કારણે તેને લાગ્યું કે ડિરેક્ટર હજુ સુધી સલમાનના સ્વભાવથી વાકેફ નથી અને ભાષાને કારણે કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. આથી તેણે પોતે આમિરનું નામ સૂચવ્યું હતું. પ્રદીપ રાવત આ પહેલા આમિર ખાન સાથે ફિલ્મ સરફરોશમાં કામ કરી ચુક્યા છે. તેણે કહ્યું કે આમિર ઠંડો સ્વભાવ ધરાવે છે અને ડિરેક્ટરને તેની સાથે કામ કરવું સરળ લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech