ભારતમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ડબલ્યુએચઓના ધોરણો મુજબ કોઈ પણ ભારતીયને શુદ્ધ હવા મળતી નથી. આ સિવાય દર વર્ષે ૧૫ લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસ લેન્સેટ પ્લેનેટ હેલ્થમાં પ્રકાશિત થયો છે. આ મુજબ ભારતમાં વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રદૂષણ છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે.
અભ્યાસ મુજબ, ભારતની ૮૧.૯ ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે યાં હવાની ગુણવત્તા ઘણી નબળી છે. આ ગુણવત્તા પણ પીએમ ૨.૫ બાય ૪૦ના રાષ્ટ્ર્રીય સ્તરના ધોરણ કરતાં વધુ છે. ડબલ્યુએચઓએ પીએમ ૨.૫ માટે ૫ ધોરણ નક્કી કયુ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો હવાની ગુણવત્તા આ માપદંડોને પૂર્ણ કરતી હોત તો પણ વાયુ પ્રદૂષણના ક્રોનિક એકસપોઝર સાથે સંકળાયેલા ૦.૩ મિલિયન મૃત્યુ થયા હોત.
આ અભ્યાસમાં સામેલ ડો.દોરાઈરાજ પ્રભાકરને કહ્યું કે આ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની ખતરનાક અસરો દર્શાવે છે. આ અંગે આપણે કડક પગલાં ભરવાની જર છે. આ ઉપરાંત પ્રદૂષણના કારણોને કાબૂમાં લેવાની જર છે. પછી તે બાંધકામ હોય, વાહનનું પ્રદૂષણ હોય કે સ્ટબલ સળગાવવાનું હોય. આ માટે આપણે પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે જો આપણે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં સક્ષમ છીએ, તો તેનાથી મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદૂષણ ખાસ કરીને પીએમ ૨.૫ શ્વસનતંત્રને અસર કરે છે. આ સિવાય તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. તેનાથી બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને બાળકોના વિકાસમાં પણ વિલબં થાય છે. આ અભ્યાસમાં, ભારતમાં પ્રદૂષણનું સ્તર ૨૦૧૯માં અણાચલ પ્રદેશમાં સૌથી ઓછું ૧૧.૨ અને ગાઝિયાબાદ અને દિલ્હીમાં ૨૦૧૬માં ૧૧૯ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech