જામનગરની જેલમાંથી શરતી જામીન ઉપર મુક્ત થયેલા આરોપીએ કોર્ટની શરતનો ભંગ કરતાં આરોપી સામેના જામીન રદ કરીને તેને ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
જામનગર જીલ્લામાં ગુનાહીત પ્રવ્રુતી આચરતા ઈસમો કોર્ટ માંથી સમયાંતરે જામીન મુકત થતા હોય તેઓ કોર્ટ દ્વાર રાખવામાં આવેલી શરતોનુ પાલન કરે તે જોવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ એ સુચના કરેલ હતી.
ગત તા.૨૫/૦૩/૨૦૨૪ ના રોજ નોંધાયેલ ગુનામાં આરોપી રોહીત વિશાલભાઇ શીંગાળા ની ધરપકડ કરી કોર્ટ હવાલે કરતાં કોર્ટે જયુડીશ્યલ કસ્ટડીમાં લઈ જીલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપેલ હતો. ત્યાર પછી આરોપી એ જામીન મુકત થવા સેશન કોર્ટમાં અરજી કરતા સેશન કોર્ટે તા.૨૩/૦૭/૨૦૨૪ ના રોજ યોગ્ય રકમના જામીન અને અમુક શરતો ઉપર જામીન મુકત કરેલ હતો છે.
આ શરતો માં આરોપી એ ત્રણ મહિના સુધી દર મહિના ની ૧૦ મી તારીખે લગત પોલીસ સ્ટેશનમા હાજરી પુરાવવાની રહેશે , આરોપીએ આ કામેના મુળ ફરીયાદી તથા સાહેદો તપાસાઇ ન જાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમા હાજરી પુરાવવા તથા કોર્ટમા હાજર રહેવાના પ્રસંગો સિવાય જામનગર શહેર ની હદમા પ્રવેશ કરવો નહી , તેવી શરતો રાખેલ હતી. આરોપી જામીન મુકત થયા બાદ કોર્ટ ની શરત મુજબ પોલીસ સ્ટેશન મા હાજરી પુરાવેલ નહી, અને તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજમા બાઇક સાથે જામનગર શહેરમાં પ્રવેશ કરેલ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ ના સીસીટીવી કેદ થયેલ જે સી.સી.ટી.વી કેમેરા વીડીઓ ફુટેજ મેળવી તથા અન્ય પૂરાવા ભેગા કરી કોર્ટ દ્વારા રાખવામા આવેલ શરતો નો ભંગ કરેલ હોય મજકુરના જામીન રદ્દ કરવા સેશન કોર્ટ માં અરજી દાખલ કરાવી હતી.
જેમાં કોર્ટે દલીલો અને રજુઆત માન્ય રાખી આરોપી રોહીત વિશાલભાઇ શીંગાળા એ કોર્ટે રાખેલ શરતોનો ભંગ કરેલ હોય જામીન મુકત કરતો હુકમ રદ કરી ફરી પકડવા હુકમ કરતા પોલીસે આરોપી ને પકડી કોર્ટ માં રજુ કરતા ફરી જીલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.આરોપી સામે દારૂ ,જુગાર વગેરે અંગે નાં કુલ પાંચ કેસ નોંધાયા છે.