ભ્રામક દાવાઓ બદલ સુપ્રીમે પતંજલિને ખખડાવીને દંડ કરવાની ચીમકી આપી

  • November 22, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ દ્વારા સહ-સ્થાપિત અને હર્બલ પ્રોડક્ટ્સનો વેપાર કરતી કંપની પતંજલિ આયુર્વેદને અનેક રોગોના ઈલાજ તરીકે તેની દવાઓ વિશેની જાહેરાતોમાં ખોટા અને ભ્રામક દાવા કરવા સામે ચેતવણી આપી હતી.ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને પ્રશાંત કુમાર મિશ્રાની બનેલી બેન્ચે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે, પતંજલિ આયુર્વેદની આવી તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ ગંભીરતાથી લેશે.

સર્વોચ્ચ અદાલતે, 23 ઓગસ્ટ, 2022 ના રોજ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ પાઠવી હતી, જેમાં આઈએમએની અરજી પર રામદેવ દ્વારા રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ જુંબેશ ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, બેન્ચે પતંજલિ આયુર્વેદને આધુનિક એલોપેથી દવાઓની પ્રણાલીઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, બેન્ચ દરેક પ્રોડક્ટ પર 1 કરોડ રૂપિયાનો દંડ લાદવાનું પણ વિચારી શકે છે જો ખોટો દાવો કરવામાં આવે છે કે તે કોઈ ચોક્કસ બિમારીનો ઈલાજ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલને ભ્રામક તબીબી જાહેરાતોના મુદ્દાનો ઉપાય શોધવા જણાવ્યું હતું જ્યાં અમુક રોગોનો સંપૂર્ણ ઈલાજ આપતી દવાઓ વિશે દાવાઓ કરવામાં આવે છે. બેન્ચ હવે આવતા વર્ષે 5 ફેબ્રુઆરીએ આઈએમએની અરજી પર સુનાવણી કરશે.

અરજી પર નોટિસ જારી કરતી વખતે એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનર્સની ટીકા કરવા બદલ સર્વોચ્ચ અદાલત રામદેવ પર ભારે ખફા થઇ હતી અને કહ્યું હતું કે તેમને ડોકટરો અને સારવારની અન્ય પ્રણાલીઓની ટીકા કરતા રોકવાની જરૂર છે. આ ગુરુ સ્વામી રામદેવ બાબાને શું થયું છે?... આખરે અમે તેમનો આદર કરીએ છીએ કારણ કે તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો છે. આપણે બધા આ માટે તેમને આદર આપીએ છીએ. પરંતુ, તેમણે બીજી સિસ્ટમની ટીકા ન કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application