આ વર્ષે રાજકોટ આવકવેરા વિભાગએ કરદાતાઓને રેકોર્ડબ્રેક ૨૪૯૦ કરોડ રિફડં ચુકવ્યું છે ગતવર્ષની તુલનામાં ૨૯૦ કરોડ વધુ રિફડં ચૂકવતા કરદાતાઓને મોટી રાહત મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩– ૨૪ તાજેતરમાં પૂર્ણ થતા આવકવેરા વિભાગની તિજોરી છલકાઈ ગઈ છે. આ વર્ષે લયાંક ૩૫૪૨ કરોડનો હતો જેની સામે ૩૭૭૧ કરોડની વસુલાત થતા ૧૦૬ ટકા વધુ ટેકસ કલેકશન થયું છે.
તો સાથો સાથ આવકવેરા વિભાગ દ્રારા નોંધપાત્ર ટેકસ કલેકશન ઉપરાંત કરદાતાઓ ને પણ મોટી રાહત મળે તે મુજબ રિફડં સમયસર આપી દેવામાં આવ્યું છે. છેલ્લા થોડા વર્ષેાથી રિફડં માટેની પ્રક્રિયા સરળ અને જલ્દીથી કરી દેવામાં આવતા લોકોને પણ પોતાના રિફડં માટે કવાયત ઓછી કરવી પડે છે.
રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર્ર કચ્છમાં પણ ઇન્કમટેકસ વિભાગ દ્રારા કરદાતાઓને રિફડં વહેલી તકે મળી રહ્યા છે તેની પાછળનું કારણ એવું છે કે અત્યારે સુધી ટીડીએસ કાપવાનો હોય તે અમુક જ ટ્રાન્જેકશન પર જોગવાઈ હતી. યારે છેલ્લા ચાર વર્ષથી જેમાં બદલાવ આવ્યો છે ઘણા બધા ટ્રાન્જેકશન એવા છે કે જેમાં ટીડીએસ ની જોગવાઈ વધારે હોવાથી મહત્તમ કરતા કરદાતાઓને ટીડીએસ સ્વપે ટેકસ ભરવાના પહેલા જ રિફડં કપાઈ જતા હોય છે તેમજ એડવાન્સ ટેકસ માટે પણ જાગૃતતા આવતા ટેકસ ભરવામાં નાની મોટી રકમ વધુ ભરી દેતા હોવાથી આવકવેરા વિભાગ તેને રિફડં સ્વપે પરત આપે છે તો ઘણા લોકો ભૂલથી પણ વધુ ટેકસ ચૂકવી દે છે તે તેમને રિફડં તરીકે પરત ઇન્કમટેકસ વિભાગ ચૂકવી આપે છે.
ગત વર્ષે રાજકોટ આવકવેરા વિભાગ દ્રારા ૨૨૦૦ કરોડનું રિફડં આપવામાં આવ્યું હતું જ એની સામે આ વર્ષે ૨૪૯૦ કરોડ રિફડં પેટે ચૂકવવામાં આવ્યા છે ગયા વર્ષની સરખામણીએ ૨૯૦ કરોડ વધુ રિફડં ચૂકવવામાં આવ્યું છે જોકે ગયા વર્ષે રિફડં વધુ ચૂકવાઇ જતાં ટેકસ કલેકશન તેના નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચ્યું હતું પરંતુ આ વર્ષે વધુ રિફડં ચૂકવાઇ ગયું અને ટેકસ કલેકશન નો ટાર્ગેટ વધુ હોવા છતાં પણ આવકવેરા વિભાગ એ તેના નિર્ધારીત ટાર્ગેટ કરતા પણ વધુ ટેકસ કલેકશન કયુ છે. નવા વર્ષનો ટાર્ગેટ ટૂંક સમયમાં રાજકોટ આવકવેરા વિભાગને મળી જશે તેઓ અધિકારીઓએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech