રેસકોર્સ સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ કરશે મહાપાલિકા

  • November 17, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં તા.19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ્ના ફાઇનલ મેચનું વિશાળ સ્ક્રીન ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે જેમાં શહેરીજનોને ઉમટી પડવા મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ભારત વર્લ્ડ કપ્ની ફાઈનલ મેચમાં પહોંચતા શહેરીજનોમાં ભવ્ય ઉત્સાહ અને અનેરો આનંદ જોતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઇસીસી વર્લ્ડ કપ્ની ફાઈનલ મેચ શહેરીજનો મોટી સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે લાઈવ નિહાળી શકે તે માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આઇ.સી.સી.વર્લ્ડ કપ્ની સેમી ફાઈનલ સહિત સળંગ 10 મેચ જીતતા તેમજ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવી શક્તિશાળી ટીમને પણ મહાત આપી એક રેકર્ડ સ્થાપિત કરેલ છે જે સમગ્ર ભારત માટે એક ગૌરવની બાબત છે. ભારતની ટીમએ અગાઉ વર્ષ 1983 અને વર્ષ 2011માં આઈ.સી.સી.વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલ હતું. આજે વર્ષ 2023માં ભારતની ટીમ ફાઈનલમાં આવેલ હોઈ એક વાતાવરણ અને માહોલ બની રહે તેમજ ટીમના સભ્યોના જુસ્સામાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ઘણી બધી ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે તેવું આપણું રાજકોટનું ક્રિકેટ ગ્રાઉન્ડ શ્રી માધવરાવ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે આ ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત લાઈવ પ્રસારણ મારફત મેચ નિહાળવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ બની રહેશે. આઇ.સી.સી.વર્લ્ડ કપ્ની ફાઈનલ મેચ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, અમદાવાદ ખાતે રમાનાર હોઇ રાજકોટના નગરજનોએ મેચ નિહાળવાનો લહાવો મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ શાનદાર આયોજન કરેલ હોઇ પદાધિકારીઓ દ્વારા મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન અને ડી.જે.ના તાલ સાથે મેચ નિહાળવા શહેરીજનોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application