લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે ૨૨ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

  • December 11, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષથી ઉપરના વૃઘ્ધોનું સન્માન, બ્લડ ડોનેશન અને હાડકાની ઘનતા માપવાનો કેમ્પ, સમુહ લગ્ન પૂર્વે ૨૪ કુંડી મહાયજ્ઞ યોજાયો

લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ  જામનગર તથા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ -જામનગરના  સંયુક્ત ઉપક્રમે ૨૨મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ  લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન, જામનગર ખાતે તારીખ. ૦૧/૧૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ  યોજવામાં આવ્યો હતો. આ દિવસે બ્લડડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું તથા હાડકાનું કેલ્શિયમ માપવાનો કેમ્પ રાખેલો જેનો સૌ કોઈએ લાભ લીધો હતો.
સમૂહલગ્નોત્સવ પૂર્વે તા.૩૦-૧૧-૨૦૨૩ ના ગુરૂવારે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન આ પાવન ભૂમિ પર થયું જેનો લાભ ૫૫ દંપતીઓએ લીધો હતો. લગ્ન હિન્દુ શાસ્ત્રોક વિધિથી કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ સ્ટેજ કાર્યક્રમની શરૂઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ રજુ કરેલ ગણેશ વંદનાથી થઈ. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
પધારેલા મહેમાનો અને સમાજ શ્રેષ્ઠીઓનું ખેસપહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ તથા નવદંપતીઓના માતા પિતાનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્નોનું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૯૦ વર્ષથી ઉપરની ઉમરના લોકોનું વયવંદના સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નમાં જોડાયેલા નવદંપતિઓમા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્ય હોય તેને એફ.ડી. અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક ક્ધયાને રૂ.૨૪,૦૦૦/-ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્યા અને સ્થળ ઉપર ટ્રસ્ટનું મેરેજ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનો અને સમાજ અગ્રણીઓએ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજવાડી બાંધકામ ના દાતાઓને બિરદાવ્યા અને આવતા દિવસોમાં સમાજમાંથી  કાયમી વધુને વધુ સહકાર આપી આવા સારા કાર્યોમાં જોડાવા અને આ સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગને સફળ બનાવવા બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application