w,w,w,w,w,w ૧૨ વર્ષના બોલરે ૧ ઓવરમાં લીધી ૨ હેટિ્રક

  • June 17, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક હેટિ્રક લેવામાં બોલરો એ ભારે મહેનત કરવી પડી છે, ત્યારે ઓલિવર વ્હાઇટહાઉસ નામના આ નાના બોલરે ૬ બોલમાં ૬ વિકેટ લઇ ઇતિહાસ રચી દીધો છે




 ક્રિકેટની રમતમાં દરેક બોલરનું સપનું હોય છે કે તે હેટિ્રક વિકેટ લે. પણ ખુબ ઓછા લોકો આ કમાલ કરી શકતા હોય છે.
પણ હાલમાં એક બોલરે એક ઓવરમાં ૨ હેટિ્રક વિકેટ લીધી છે. આ મોટી ઘટના કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં નથી બની, એક હેટિ્રક લેવામાં બોલરો એ ભારે મહેનત કરવી પડી છે, ત્યારે એક ૧૨ વર્ષના બોલરે ૨ હેટિ્રક લઈને સૌને ચોંકાવી દીધા છે.





આ કામ કરનાર ૧૨ વર્ષીય ખેલાડીનું નામ ઓલિવર વ્હાઇટહાઉસ છે.ઓલિવરે આ કામ ઈંગ્લેન્ડમાં બ્રોમ્સગ્રોવ ક્રિકેટ કલબ સાથે રમતી વખતે કયુ છે. તેણે ૬ બોલમાં ૬ વિકેટ લઈને ખળભળાટ મચાવ્યો હતો.આ તેની શ્રે ક્રિકેટ કારકિર્દીની શઆત પણ હોઈ શકે છે.
બ્રુમ્સગ્રોવ ક્રિકેટ કલબની પ્રથમ ટીમના કેપ્ટન જેડન લેવિટે જણાવ્યું કે ઓલિવરે જે કયુ તે તેઓ માની શકતા નથી.તેમણે એમ પણ કહ્યું કે ઓલિવરને કદાચ ખ્યાલ નહીં હોય કે આ કેટલી મોટી ઉપલબ્ધિ છે, પરંતુ પછીથી તેઓને તેનું મહત્વ ખબર પડશે. તેના વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.





ડાબોડી સ્પિનર ઓલિવરે આ મેચમાં કુલ ૨ ઓવર નાંખી અને એકપણ રન આપ્યા વિના કુલ ૮ વિકેટ ઝડપી હતી. ઓલિવરનો પરિવાર રમતગમત સાથે સંકળાયેલો છે. તેની દાદી ઉત્તમ ટેનિસ ખેલાડી રહી છે. ઓલિવરની દાદીએ ૧૯૬૯માં વિમ્બલ્ડન જીત્યું હતું, જે ટેનિસના ચાર ગ્રાન્ડ સ્લેમમાંથી એક છે. તેનું નામ એન જોન્સ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application