ભાવનગર જીલ્લાના આઇ.જી.પી ગૌતમ પરમાર તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ તથા ભાવનગર વિભાગ ઈં/ઈ. નાયબ પો.અધિ. આર.વી.ડામોરે પ્રજાલક્ષી સારી કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરવા પ્રયત્નશીલ રહેવા આપેલી સુચનાના મુજબ ભાવનગર, નિલમબાગ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.તલાટીની સુચના અને માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અરજદાર જીતુભાઇ છગનભાઇ રાઠોડ (રહે.હાદાનગર, સત્યનારાયણ સોસાયટી, ભાવનગર) દશેરાના દિવસે તેમના પત્ની સાથે શાસ્ત્રીનગરમાં મિઠાઇ દુકાને ખરીદી કરવા ગયા તે દરમિયાન રસ્તે તેઓના સોનાના બુટીયા કિ.રૂ.૭૦,૦૦૦ પડી જતા અરજદારે બનાવની જાણ નીલમબાગ પોલીસ મથક ખાતે કરતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પો.ઇન્સ.ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવ સ્થળની આજુબાજુના ઈઈઝટ કેમેરા તપાસી તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારના પત્નીના બુટીયા શોધી અરજદારને પરત સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આ કામગીરીમાં નિલમબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.તલાટી તથા એ.એસ.આઇ. ડી.એ.વાળા, હેડ કોન્સ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત, પો.કોન્સ. અજયસિંહ હરદેવસિંહ ગોહિલ, પો.કોન્સ. મહાવીરસિંહ રણજીતસિંહ જાડેજા અને વુ.પો.કોન્સ. દક્ષાબેન દેવાયતભાઇ હડીયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech