ક્ષણિક આવેગમાં કોઈને મરવાનું કહેવું એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી: તેલંગાણા હાઈકોર્ટ

  • September 28, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય દડં સંહિતા (આઈપીસી) ની કલમ ૩૦૬ હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ માત્ર મરી જાઓ કહેવું એ આત્મહત્યા માટે ઉશ્કેરણી કહી શકાય નહિ જસ્ટિસ કે લમણ અને જસ્ટિસ કે સુજાનાની બનેલી ડિવિઝન બેંચે એક કેસ દરમિયાન જણાવ્યું હતું કે કે દલીલો દરમિયાન જે શબ્દોની આપ–લે કરવામાં આવી હતી તે ક્ષણિક આવેગમાંમાં કહેવામાં આવી હતી. જેને માણસના ઇરાદા પૂર્વકના આચરણ તરીકે ગણી શકાય નહીં. આથી તે ગુનો ગણાશે નહીં


ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ જાતિના મતભેદને કારણે તેની સાથે લ કરવાનો ઇનકાર કરીને અને તેને મરવાનું કહીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હતી. આરોપી અને મૃતક વચ્ચે ઝઘડા થતા હતા અને અગાઉ મૃતકને હેરાન કરવાના આરોપસર આરોપીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલ હતો.


કોર્ટે આઈપીસીની કલમ ૧૦૭ હેઠળ ઉશ્કેરણીની વ્યાખ્યાની તપાસ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ ઉશ્કેરણી કરવા માટે, તે સાબિત કરવું પડશે કે આરોપીની ક્રિયાઓ આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં સીધી ભૂમિકા હતી. અદાલતે સામાન્ય ઝઘડાઓ અથવા મતભેદોને આત્મહત્યા માટે ઉશ્કેરવા સામે ચેતવણી આપતા ઉદાહરણો ટાંકયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application