શિક્ષકોને હવે નવી ડ્યુટી મળશે સીપીઆરની તાલીમ લેવી પડશે

  • November 20, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં પોલીસની જેમ હવે શિક્ષકોને પણ નવી ડ્યુટી આપવામાં આવનાર છે. તેમણે પણ પોલીસની જેમ કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન (સીપીઆર)ની તાલીમ લેવી પડશે. યુવાનો અને બાળકોમાં હ્રદયરોગના કેસોમાં વધારો થતાં શિક્ષકોએ 15 દિવસની તાલીમ લેવી પડશે.
ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટએટેક અને કાર્ડયાકના પેશન્ટ વધતા જાય છે, જેમાં સ્કૂલ અને કોલેજના બાળકોના કિસ્સા વધારે જોવા મળ્યાં છે. રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક તબક્કે 1.75 લાખ જેટલા શિક્ષકોને મેગાકેમ્પમાં સીપીઆરની તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં 3જી ડિસેમ્બર થી 17મી ડિસેમ્બર દરમ્યાન શિક્ષકોને તાલીમ આપવા માટે કેમ્પ યોજવામાં આવશે. જે શિક્ષક તાલીમ લઇને તૈયાર થશે તે આવા ક્રિટીકલ કેસોમાં મદદરૂપ થશે. રાજ્યમાં હાલ પોલીસ જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હોવાથી તેઓ માર્ગો પર કોઇને હાર્ટએટેક આવ્યો હોય તો સીપીઆરની મદદથી તેને બચાવવાની કોશિષ કરી રહ્યાં છે.
રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને સીપીઆરની તાલીમ માટે પસંદ કરવામાં આવશે. આ કેમ્પ માટે રાજ્યભરની 37 જેટલી કોલેજોને પસંદ કરવામાં આવી છે, જ્યાં મેગા કેમ્પ કરી શકાશે. પ્રથમ તબક્કામાં 1.69 લાખ પ્રાથમિક શિક્ષકો અને સાત હજાર જેટલા આચાર્યોને તાલીમ અપાશે. આ પછી માધ્યમિક શિક્ષકોને તાલીમ અપાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application