રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા તાજેતરમાં પશ્ચિમ ઝોનના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર શાળાઓ અને ટુશન કલાસીસ નજીક આવેલી ચાની હોટેલોમાં દરોડા કાર્યવાહી હાથ ધરાઇ હતી, ઉચ્ચ કક્ષાએથી મળેલી ફરિયાદને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસની એક બ્રાન્ચની ટીમને સાથે રાખીને ફડ ચેકિંગ કર્યા બાદ તૈયાર ચા, ચાની ભુકી, ખાંડ અને દૂધ સહિતના કુલ ૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જાહેર કયુ હતું, આ સેમ્પલમાં કોઈ ભેળસેળ હતી કે કેમ ? તેની તપાસ માટે આ તમામ સેમ્પલ ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએથી મળેલી ફરિયાદને પગલે રાજકોટ શહેર પોલીસની એક બ્રાન્ચની ટીમને સાથે રાખીને કાલાવડ રોડ ઉપરની ચાની હોટેલોમાંથી ચા બનાવવા માટે વપરાશમાં લેવાતા ખાધપદાર્થેાનું સઘન ચેકિંગ અને સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ કુલ ૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) કાલાવડ રોડ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામેના નકલકં ટી સ્ટોલમાંથી પ્રિપેર્ડ લુઝ ચા, ખાંડ અને ચાની ભુકી તેમજ મિકસ દૂધ સહિતના ચાર સેમ્પલ (૨) કાલાવડ રોડ ઉપર કેકેવી હોલ પાસેના સાંઇબાબા કોમ્પ્લેકસમાં આવેલ જય સિયારામ હોટેલમાંથી તૈયાર ચા, ખાંડ અને ચાની ભૂકી સહિતના ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ (૩) કાલાવડ રોડ ઉપર પરિમલ સ્કૂલ પાસે તુલસી કોમ્પ્લેકસમાં આવેલા ખેતલા આપા ટી સ્ટોલમાંથી તૈયાર ચા, ખાંડ અને ચાની ભુકી સહિતના ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા
૨૪ પાસે ફૂડ લાયસન્સ ન્હોતું, તમામને નોટિસ
શહેરના જામનગર રોડ, નાગેશ્વર અને રેલનગર વિસ્તારમાં ચામુંડા કિરાણા સ્ટોર, મોમાઇ નમકીન, ગાયત્રી ડેરી ફાર્મ, આશાપુરા માર્ટ, મહાદેવ નમકીન, આનદં પ્રોવિઝન સ્ટોર, કાર્તિક મદ્રાસ કાફે, સુરેશ નમકીન, મહાવીર પ્રોવિઝન સ્ટોર, રાજ જનરલ સ્ટોર, રાજ આઇસક્રીમ પાર્લર, કેવલમ ખમણ, આશીર્વાદ સેલ્સ એજન્સી, તિપતિ જનરલ સ્ટોર, ભવાની પાન એન્ડ કોલ્ડિ્રંકસ, બાલાજી પાન એન્ડ કોલ્ડિ્રંકસ, માં ભગવતી આઇસક્રીમ, બાલાજી દાળપકવાન, શ્રીનાથજી ફરસાણ, જય માં ભવાની ફરસાણ, હિતેષ ફરસાણ, બડીસ બર્ગર, હરી ઓમ દાળપકવાન તથા સોનલ પંજાબી સહિતના ૨૪ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા આ તમામ ૨૪ ધંધાર્થીઓ પાસે ફુડ લાઇસન્સ ન હતા તેથી તમામ ૨૪ને વહેલી તકે ફડ લાયસન્સ મેળવી લેવા સુચના અપાઇ હતી
૧૭ દુકાનોમાં ફૂડ ચેકિંગ–સેમ્પલિંગ
શહેરના જામનગર રોડ, નાગેશ્વર અને રેલનગર વિસ્તારમાં આવેલી અન્ય ૧૭ દુકાનોમાં ફડ ચેકિંગ તેમજ સેમ્પલિંગ કરાયું હતું જેમાં નમકીન મેગા ફડ સ્ટોર, જય ખોડિયાર ડેરી ફાર્મ, જે.કે. એન્ટરપ્રાઈઝ, કે.કે. સુપર માર્ટ, સનરાઇઝ સુપર માર્કેટ, તિપતિ ફરસાણ, ગાંધી સોડા શોપ, માહિ મિલ્ક એજન્સી, કૃપા જનરલ સ્ટોર, રવિ રાંદલ ફરસાણ, મહારાજા ફરસાણ, મોમાઈ કોલ્ડિ્રંકસ, હર ભોલે જનરલ સ્ટોર, ચામુંડા ફરસાણ, ભૂમિ નાસ્તા હાઉસ, અનિલ મદ્રાસ કાફે, જય ઝૂલેલાલ દાળ પકવાનમાં ફકત ચકાસણી કરવામાં આવી હતી તેમજ સેમ્પલ લઇ સ્થળ ઉપર જ ફડ સેફટી વાનમાં તેનું પરીક્ષણ કરાયું હતું અને જરી સૂચનાઓ અપાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech