રાજકોટ જિલ્લાના 594 ગામોમાં 3.10 લાખ ઘરોમાં નળથી પહોંચ્યા જળ

  • September 01, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વાસ્મો દ્વારા ચાલતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. 
    

આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૫૯૪ ગામોમાં પેયજળ પૂરું પાડવા માટે અત્યાર સુધીમાં કુલ ૬૨૮ યોજનાઓ મંજૂર કરાઈ છે. જેમાં સૌથી વધુ યોજના વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૩૨ મંજૂર કરાઈ હતી.  જિલ્લાના ૫૯૪ ગામોમાં ૩,૧૦,૯૧૧ ઘરોમાં નળથી જળની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૫૯ યોજનાના કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું હતું. 
    

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ બાકી કામોની સમીક્ષા કરીને, પ્રગતિ હેઠળની યોજનાઓ અને કામોને વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. ગત બેઠકની કાર્યવાહીમાં લેવાયેલી ૧૪ યોજનાઓને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application