તાલિબાને એક અમેરિકન નાગરિક સહિત આંતરરાષ્ટ્રીય NGOના 18 કર્મીઓની કરી અટકાયત

  • September 16, 2023 10:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાને અફઘાનિસ્તાન સ્થિત ગેર-સરકારી સંસ્થાના વિદેશી નાગરિક સહિત 18 કર્મચારીઓની અટકાયત કરી છે. ઇન્ટરનેશનલ આસિસ્ટન્સ મિશન અનુસાર, તાલિબાને આ મહિને બે અલગ-અલગ પ્રસંગોએ મધ્ય ઘોર પ્રાંતમાં તેમની ઓફિસમાંથી 18 NGO કર્મચારીઓની અટકાયત કરી હતી. સ્થાનિક મીડિયા પ્રમાણે અટકાયત કરાયેલા 18 એનજીઓ કર્મીઓમાં એક અમેરિકન નાગરિક પણ સામેલ છે.


તાલિબાને અફઘાનિસ્તાન સ્થિત એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ)ના વિદેશી નાગરિક સહિત 18 કર્મચારીઓની અટકાયત કરી છે. આવી સ્થિતિમાં અફઘાન એનજીઓ તેમની વહેલી મુક્તિ માટે સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કરી રહી છે.


અટકાયત કરાયેલ NGO કર્મચારી છે ક્યાં ?

ઇન્ટરનેશનલ આસિસ્ટન્સ મિશન અનુસાર તાલિબાને આ મહિને બે અલગ-અલગ પ્રસંગોએ મધ્ય ઘોર પ્રાંતમાં તેમની ઓફિસમાંથી 18 એનજીઓ કામદારોની અટકાયત કરી અને તેમને રાજધાની કાબુલ લઈ ગયા.


સ્થાનિક મીડિયા અનુસાર અટકાયત કરાયેલા 18 એનજીઓ કર્મીઓમાં એક અમેરિકન નાગરિક પણ સામેલ છે. જો કે NGO હજુ પણ જાણતી નથી કે તેમના કામદારોની અટકાયત કેમ કરવામાં આવી.


અફઘાન અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરી નથી

એનજીઓએ આ ચિંતાજનક ઘટનાક્રમ અંગે મીનીસ્ટ્રી ઓફ ઈકોનોમીને પત્ર લખ્યો છે. એનજીઓએ કહ્યું કે અમે પરિસ્થિતિની ગંભીરતાને સમજવા અને અમારા 18 કર્મચારીઓને વહેલી તકે મુક્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને ACBAR સાથે કામ કરી રહ્યા છીએ. તે જ સમયે, અફઘાન અધિકારીઓએ અટકાયત કરાયેલા 18 કર્મચારીઓના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application