પોરબંદરના જુદા-જુદા પોલીસમથકોમાં દેશી દારૂના જુદા જુદા ભાવથી આશ્ર્ચર્ય!

  • September 16, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના જુદા-જુદા પોલીસમથકોમાં દેશી દારૂનો જથ્થો પકડાય છે ત્યારે અલગ-અલગ ભાવ લખવામાં આવી રહ્યો છે તેના કારણે આશ્ર્ચર્યની સાથે વિસંગતતાઓ પણ સર્જાઇ રહી છે. કયાંક અમુક પોલીસમથકમાં ૨૦

રૂ પિયાનો લીટર દારૂ ચોપડે ચડયો તો કયાંક ૨૦૦ રૂ પિયા લીટર દારૂ  ચોપડે નોંધાયો છે.
૨૦  લીટર લેખે દારૂના ગુન્હા
સુભાષનગરના પરષોત્તમ ચીનો બમ લીલા ચૌહાણ પાસથે ૬૦.નો ૩ લીટર દારૂ, ઝુરીબાગ શેરી નં ૯ના ઇશ્ર્વર બાબુ કાણકીયા પાસેથી ૬૦નો ત્રણ લીટર દારૂ, સુભાષનગરના યોગેશ માવજી સલેટ પાસેથી ૧૦૦નો પાંચ લીટર દારૂ એજ વિસ્તારના ગોપાલ રણછોડ કાણકીયા પાસેથી ૧૦૦નો પાંચ લીટર દારૂ પોલીસે કબ્જે કર્યો છે.
૨૦૦લીટર લેખે દારૂના ગુન્હા
ખાપટ નાગદેવતાના મંદિર પાછળ રહેતી શાંતિબેન ખોડા કડછા પાસેથી ૧૬૦૦નો આઠ લીટર દારૂ અને બોખીરા તુંબડાના પુતીબેન ભોજા મોઢવાડીયાના કબ્જામાંથી ૨૨૦૦નો ૧૧ લીટર દારૂ પોલીસે કબ્જે કર્યો છે.
નશાખોર બાઇકચાલક ઝડપાયો
પોરબંદરના કુતિયાણા ગામે ભડીંગચોરામાં રહેતા અજય શાંતિભાઇ દાવડાને ચૌટા વાંક પાસેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application